ગ્રહ શાંતિ પૂજામાં રંગબેરંગી વાઇબ્રન્ટ લહેંગામાં માં જોવા મળી શ્લોકા અંબાણી અલગ અલગ અંદાજમાં આપ્યા પોઝ જુઓ વાયરલ તસવીરો

અંબાણી પરિવારના ઘર આંગણે અનંત અને રાધિકાના લગ્ન માટે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે પરંતુ તે પહેલા ગ્રહ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે વાયરલ તસવીરોમાં અંબાણી પરિવારની વહુ રાધિકા મરચન્ટ પરંપરાગત સાડીમાં જોવા મળી હતી. પરંતુ આ પૂજામાં શ્લોકા અંબાણીએ પોતાના આકર્ષક લુક થી ખૂબ જ ધૂમ મચાવી હતી.

આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારની સૌથી મોટી વહુ શ્લોકા અંબાણી પોતાની ફેશન સ્ટાઈલને કારણે હંમેશા લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે તેવા સમયમાં ગ્રહ પૂજાની વિધિમાં શ્લોકા અંબાણીએ પોતાના લુક થી ફરીવાર લોકોને દીવાના બનાવ્યા હતા.શ્લોકા જટિલ રંગબેરંગી ભરતકામ દ્વારા બનાવેલા લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિશ દિયા મહેતા જાટિયાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર શ્લોકા અંબાણીની આકર્ષક તસવીરો કેપ્શન સાથે શેર કરી હતી.

તસવીરો માં અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા એક સુંદર લહેંગા પહેરવેશ માં અદ્ભુત આકર્ષકતા ફેલાવી રહી છે.શ્લોકાના અદભૂત લેહેંગા માં કરેલી ડિઝાઇન અને ભરતકામ પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અબુ જાની-સંદીપ ખોસલાનું દ્વારા કરવામાં આવેલી છે.આ આઉટફિટમાં વાઇબ્રન્ટ મલ્ટી-કલર હ્યુઝ અને મિરર એમ્બિલિશમેન્ટ્સમાં એમ્બ્રોઇડરીથી શણગારવામાં આવેલ એલ્બો-લેન્થ સ્લીવ્સ સાથે નેકલાઇન બ્લાઉઝ છે.જે તેને લેંઘા સાથે જોડી રહ્યું છે.બ્લુ ફ્લેર્ડ લેહેંગા સ્કર્ટ સાથે જોડી તેને ભારે ભરતકામવાળી બોર્ડર્સથી અલગ આકાર આપવામાં આવ્યો છે. ફેશન ડિઝાઈનર દ્વારા ઉત્કૃષ્ટ કારીગરી અને ભરતકામ કરવામાં આવ્યું છે આ કારણથી જ લેંઘા ની સુંદરતામાં ખૂબ જ વધારો જોવા મળે છે તથા આકર્ષક પણ લાગી રહ્યું છે. આ લેંઘા ને મેચિંગ દુપટ્ટા સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ લુક સાથે જ્વેલરીની વાત કરીએ તો લીલા નીલમણિથી બનાવવામાં આવેલ અદભૂત ડાયમંડ ચોકર નેકલેસ, મેચિંગ સ્ટડ ઇયરિંગ્સ જોવા મળી રહ્યા છે.અને હાથ ને શણગારતી સ્ટૅક્ડ બંગડીઓ વડે એક્સેસરીઝ કરી હતી.મેકઅપ આર્ટિસ્ટ અદિતિ પાટીલ દ્વારા શ્લોકાના મેકઅપમાં આઈશેડો,આઈલાઈનર, મસ્કરા-કોટેડ લેશ, બ્લશ કરેલા ગાલ, લ્યુમિનસ હાઈલાઈટર અને લિપસ્ટિકનો સમાવેશ થાય છે. સંપૂર્ણપણે આ લુક ને પૂર્ણ કરવા માટે ફેશન ડિઝાઈનર અને મેકઅપ આર્ટિસ્ટ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. સલોકા અંબાણીએ આ તસવીરો શેર કરી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે શ્લોકા અંબાણીએ અલગ અલગ અંદાજમાં આકર્ષક પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ તેણે ગ્રહ મહાપૂજામાં ઉપસ્થિત રહી તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત પણ કર્યું હતું. આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારના તમામ ફંક્શન 14 જુલાઈ સુધી આયોજિત કરવામાં આવ્યા છે તેમાં અત્યાર સુધી મામેરા વિધિ સંગીત સંધ્યા રાસ ગરબા અને ગ્રહ મહાપુજાનો સમાવેશ થાય છે આબાદ 12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. પરંતુ હાલમાં ગ્રહ પૂજા માટે સ્લોકા અંબાણીનો આ લુક લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો અને આ તસ્વીરને લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *