શ્લોકા અંબાણીએ અનંત રાધિકાની મહેંદી રસમ માટે સોના દાગીનાથી ભરપૂર કરોડોની સાડી પહેરી ફોટો શૂટ કરાવ્યું જુઓ આકર્ષક તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે હવે ટૂંક સમયમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ તે પહેલા દુલ્હા અને દુલ્હન માટે મહેંદી રસમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંબાણી પરિવાર સહિત તમામ આમંત્રિત મહિમાનો સગા સંબંધી અને મિત્રો વિશિષ્ટ રીતે હાજરી આપી કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો.



આ પહેલા પણ હલ્દી રસમમાં તમામ બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીમાં હાજર રહ્યા હતા અને તમામ લોકો જાણે પીળા રંગના સમુદ્રમાં રંગાઈ ગયા હોય તેવું દ્રશ્ય ઊભું થયું હતું જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે અંબાણી પરિવારના ચાહનારાઓ તરફથી પણ લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી અને તેમણે અંબાણી પરિવાર પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો.



અત્યાર સુધીના કાર્યક્રમની વાત કરીએ તો મામેરા વિધિ રાસ ગરબા સંગીત સંધ્યા હલ્દી રસમ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે ખૂબ જ ધામધૂમથી અંબાણી પરિવારની હાજરીમાં હલ્દી રસમ ના કાર્યક્રમ યોજાયા હતા. આ રસમ ની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે લગ્ન પહેલા દુલ્હા અને દુલ્હન સાથે અન્ય પરિવારજન પણ મહેંદી મુકાવી લગ્નના આ પ્રસંગને વધુ ખાસ બનાવે છે.



આ શુભ પ્રસંગ અને રસમ માટે અંબાણી પરિવારના તમામ સભ્યોના અલગ અલગ લુકની તસવીરો સામે આવી હતી જેમાં શ્લોકા અંબાણી ફરી એક વાર પોતાની સુંદરતા સાથે લોકોની વચ્ચે છવાઈ ગઈ હતી. મહેંદી રસમ માટે શ્લોકા અંબાણી એ ફરીવાર પોતાનો આકર્ષક તૈયાર કર્યો હતો આ તસવીરો તેની બહેન અને ફેશન ડિઝાઈનર દિયા મહેતા જાટિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આકર્ષક તસવીરો શેર કરી છે.



આ તસવીરો શેર કરતા તેણે કેપ્શન માં લખ્યું હતું કે “તમામ અનુભૂતિ કરીને અમે નાનીની જ્વેલરીનો ઉપયોગ કરીને આ દેખાવને સ્ટાઇલ કર્યો છે! પરંપરા અને ફેશનનું મિશ્રણ હોય ત્યારે પ્રેમ કરો”આ પરથી અંદાજ લગાવી શકાય કે લૂક ને કમ્પલેટ કરવા માટે ખૂબ જ નાની જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહેંદી રસમ ના કાર્યક્રમ ને ખાસ બનાવવા માટે શ્લોકાએ ડિઝાઇનર મસાબા ગુપ્તાની પાન ટીશ્યુ સાડી પહેરી હતી.લીલી રેશમી સાડીમાં તે જગમગિ ઉઠી હતી.અને પિટા અને ગોટા કામમાં “પાન-પત્તી” ની સહીથી શણગારવામાં આવી છે.



દુપટ્ટામાં સિતારા ચીંટ અને અલંકૃત બોર્ડર તેમજ કોન્ટ્રાસ્ટ ફોઇલ પ્રિન્ટેડ ફિનીશ સાથે ક્રશ કરેલ પેશી નો ખૂબ જ બારીકાઈ થી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણે જ ડ્રેસની સુંદરતા અને આકર્ષકતામાં વધારો થઈ રહ્યો છે ત્યારબાદ સ્લોકા મહેતાએ અલગ અલગ અંદાજમાં આકર્ષક પોઝ આપી ફોટો કરાવ્યો હતો અને આ મહેંદી રસમ ના કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *