અનંત રાધિકાના લગ્ન માટે યુકેના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન નું મુંબઈ એરપોર્ટમાં થયું આગમન જુઓ વાયરલ તસવીરો
અનંત-રાધિકાના લગ્ન માટે દેશ વિદેશથી તમામ મહેમાનો મુંબઈ ખાતે પધારી રહ્યા છે.જે 12 જુલાઈ ના રોજ લગ્નમાં હાજરી આપશે. અંબાણી પરિવાર તરફથી તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ઘણાખરા લોકો ત્રણ જુલાઈના રોજ શરૂ થનારા ફંકશનથી જ જોવા મળી રહ્યા છે જ્યારે અમુક ખાસ આમંત્રિત મહેમાનો 11 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ ખાતે જોવા મળ્યા હતા જેમાં ગુરુવારે મોડી રાત્રે, રિયાલિટી ટીવી સ્ટાર્સ કિમ અને તેની બહેન ખલો કાર્દાશિયન મુંબઈના ખાનગી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અનંત રાધિકાના લગ્ન માટે દેશ-વિદેશના બિઝનેસમેન બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી તથા અન્ય આમંત્રિત ખાસ મહેમાનો ઉપસ્થિત રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પ્રસંગમાં હાજર રહેવા માટે થોડા સમય પહેલા બોરિસ જ્હોન્સન અને સેમસંગના સીઈઓ અને ટેક વિઝ હાન જોંગ હી પણ બંને પરિવારો દ્વારા આયોજિત ત્રણ દિવસ માટે આ ખાસ પ્રસંગમાં હાજરી આપવા માટે હતા તેમના આગમનથી લગ્ન પ્રસંગના વાતાવરણની શોભા વધારે ખીલી ઉઠી હતી.
મુંબઈ એરપોર્ટ આ લગ્નમાં હાજરી આપવા માટે સેલિબ્રિટીઓ ના મેળા થી ભરાઈ ગયું હતું. આ ઉપરાંત યુકેના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન કાલિના એરપોર્ટ પર જોવા મળ્યા હતા.તેઓ પ્રિન્ટેડ શર્ટ અને ટ્રાઉઝરમાં સજ્જ જોવા મળ્યા હતા. આ વખતે જ samsung ના સીઈઓ પણ એક સાથે જોવા મળ્યા હતા. તમામ લોકોના આગમનને કારણે એરપોર્ટ અને એન્ટિલિયા ઘરના આસપાસની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો જેથી કરી કોઈ પણ જાતની અવ્યવસ્થા કે અગવડતાના સર્જાય માત્ર એટલું જ નહીં પરંતુ લગ્નના સમયે પણ ટ્રાફિક સમસ્યા પર પૂરતું ધ્યાન આપવામાં આવશે માત્ર આમંત્રિત મહેમાનોને જ એન્ટીલિયા ઘરની આસપાસ અથવા લગ્ન સ્થળે પ્રવેશ આપવામાં આવશે.
યુકેના પૂર્વ વડાપ્રધાને આગમન સાથે જ હાથ હલાવી તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા અંબાણી પરિવાર તરફથી પણ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું વિદેશના મહેમાનોના આગમનથી લગ્ન પ્રસંગની શોભા વધારે ખીલી ઉઠી હતી. દેશ વિદેશમાંથી અનેક રાજનેતા અને બિઝનેસમેન પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે 12 જુલાઈના રોજ લગ્ન બાદ 13 અને 14 તારીખે પણ અંબાણી પરિવાર તરફથી ફંક્શન આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.