રાધિકા ની વિદાય વખતે ખૂબ જ ભાવુક થયા મહેન્દ્રસિંહ ધોની અનંત ને સોંપી આ ખાસ જવાબદારી જુઓ વાયરલ વિડિયો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ખૂબ જ ધામધૂમથી મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં અનંત અને રાધિકા ભવોભવના લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્નની વિદાય વખતે તમામ લોકો ખૂબ જ ભાવુક થતા જોવા મળ્યા હતા તથા રાધિકાના સસરા મુકેશ અંબાણી અને સાસુ નીતા અંબાણીની આંખ માંથી પણ આંસુ જોવા મળ્યા હતા પરંતુ આપને જણાવી દઈએ કે અંબાણી પરિવાર પોતાની પુત્ર વધુને વહુ તરીકે નહીં પરંતુ દીકરી તરીકે માન સન્માન અને હંમેશા માટે પ્રેમ આપે છે.

માત્ર એટલું જ નહીં પરંતુ જીવનના દરેક તબક્કામાં પૂરતો સાથ સહકાર આપી એક પ્રેમાળ પરિવારનું ઉદાહરણ સમગ્ર દુનિયા સમક્ષ પ્રસ્તુત કરે છે આ કારણથી જ રાધિકાના પિતા વિરેન મરચંટ અંબાણી પરિવારને રાધિકાનું હાથ સોંપી તમામ જવાબદારી અર્પણ અને સમર્પિત કરી હતી ખરેખર આ સમય દુનિયાના દરેક પિતા માટે ખૂબ જ કઠિન હોય છે જ્યારે પોતાના જીવ કરતાં પણ વધારે વહાલી દીકરીને વિદાય આપે પરંતુ જીવન સંસારના નિયમ પ્રમાણે દરેક દુનિયાના પિતાને આ રીત રિવાજ નિભાવવો જ પડે છે.

રાધિકાના આ વિદાયની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં એક દ્રશ્ય એ લોકોના દિલ જીતી લીધા હતા આપ સૌ લોકો જાણતા હશો કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ત્રણ જુલાઈથી જ અંબાણી પરિવારના ઘર આંગણે ઉપસ્થિત રહ્યા છે પરંતુ રાધિકાની વિદાય વખતે મહેન્દ્રસિંહ ધોની રાધિકાને ગળે લગાડી ખૂબ જ ભાવુક થતા જોવા મળ્યા હતા.

આ તસવીરોએ તમામ ચાહકોના દિલ જીતી લીધા છે.એમએસ ધોનીએ અનંત અંબાણીને ભાવુક થયા હૃદયપૂર્વકની સલાહ આપતા કહું હતું કે તેમને વિનંતી કરી કે તેઓ “રાધિકાની સંભાળ રાખવાનું ચાલુ રાખો” કારણ કે તેઓ એકસાથે પોતાનો જીવન સંસાર પસાર કરવા જઈ રહ્યા છે. આ તસવીરો શેર કરતા મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્શન માં લખ્યું હતું કે રાધિકાની સંભાળ રાખવાનું ચાલુ રાખો” કારણ કે તેઓ એક સાથે તેમની મુસાફરી શરૂ કરે છે. તેમણે સુખી અને પરિપૂર્ણ દાંપત્ય જીવન માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

મહેન્દ્રસિંહ ધોની અંબાણી પરિવારને પોતાનો જ પરિવાર માને છે ત્યારે તેમણે રાધિકા પ્રત્યે પોતાનો પ્રેમ ભાવ અને લાગણી વ્યક્ત કરી તેમને ખૂબ જ ભારે હૃદયથી વિદાય આપી હતી આ ભાવુકતાના શબ્દો અને લાગણી તેમને પોતાના સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી વ્યક્ત કરી હતી અને તેમની સાથે રાધિકા અને અનંતને પોતાના નવા જીવનના તબક્કા માટે શુભકામના શુભેચ્છા અને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. રાધિકા પ્રત્યે આટલો પ્રેમ ભાવ અને આદર સત્કાર જોઈ તેમના ચાહકો પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

આ સાથે જ તમામ લોકોના દિલ જીતી દીધા હતા. આબાદ વધારે પ્રેમની લાગણી વ્યક્ત કરતા રાધિકા માટે કેપ્શન માં લખ્યું હતું કે “રાધિકા, તારું તેજસ્વી સ્મિત ક્યારેય ઝાંખું ન થાય! અનંત, કૃપા કરીને તમે તમારી આસપાસના દરેકને જે પ્રેમ અને દયા બતાવો છો તે જ પ્રેમ અને દયા સાથે રાધિકાની સંભાળ અને સંભાળ ચાલુ રાખો. તમારું લગ્નજીવન સુખ, હાસ્ય અને સાહસથી ભરેલું રહે. અભિનંદન, અને જલ્દી મળીશું! મહેન્દ્રસિંહ ધોનીએ અનંતને પણ રાધિકાનું ધ્યાન રાખવા માટે વિનંતી કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *