અનંત અને નવી વહુ રાધિકા લગ્ન બાદ પહોંચ્યા જામનગર ગ્રામજનોએ આરતી ઉતારી પુષ્પવર્ષા કરી બંને હાથ જોડી નવદંપતીએ માન્યો આભાર જુઓ ખાસ વિડિયો
અનંત અને રાધિકા 12 જુલાઈ 2024 ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી ખરેખર આ દિવસ સમગ્ર દુનિયા ક્યારેય ભૂલી શકશે નહીં. આ લગ્ન બાદ તેઓ પોતાની કર્મભૂમિ જામનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં જામનગરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અંબાણીના પહેલા પ્રીવેડિંગ ફંક્શન જામનગર ખાતે આયોજિત કરવામાં આવ્યા હતા ત્યાં અંબાણી પરિવાર તરફથી તમામ નાના-મોટા ગામડાઓમાં રહેતા ગ્રામ વાસીઓને પ્રીવેડિંગ ફંક્શનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ સાથે જ તમામ લોકોને આદર સત્કાર અને પ્રેમ આપવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ ગુજરાતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોક ડાયરા અને રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર આટલા અમીર અને સફળ હોવા છતાં પણ પોતાની કર્મભૂમિ જામનગર ને ક્યારેય ભૂલ્યા નથી. કારણ કે ધીરુભાઈ અંબાણીએ અહીંથી જ પોતાની સફળતા અને કારકિર્દીની શરૂઆત કરી હતી આ કારણથી જ જામનગર અને જામનગર વાસીઓનો પ્રેમ હંમેશા અંબાણી પરિવાર માટે ખાસ અને વિશિષ્ટ બની રહે છે.
આ મુખ્ય કારણથી જ અનંત અંબાણી અને રાધિકા લગ્ન બાદ તુરંત જ જામનગર પહોંચ્યા હતા જ્યાં જામનગરમાં રહેતા અંબાણી પરિવારના ચાહકોએ ભારતીય પરંપરાગત રીતે આરતી ઉતારી નવી વહુ રાધિકાને અનંતનું સ્વાગત કર્યું હતું. રાધિકાએ જામનગરની મુલાકાત વખતે ગુલાબી કુર્તી પહેરી હતી જ્યારે અનંત લાલ જેકેટમાં સર્ચ જોવા મળ્યો હતો. ખરેખર જામનગર વાસીઓનો પ્રેમ જોઇ અનંત અને રાધિકા બંને લોકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા તથા તમામ લોકોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
અંબાણી પરિવારના કોઈ પણ સામાજિક ધાર્મિક અને પારિવારિક પ્રસંગોમાં જામનગરવાસીઓનો હંમેશા સાથ સહકાર અને પ્રેમ જોવા મળે છે આ પહેલા પણ ખૂબ જ ધામધૂમ થી પ્રી વેડિંગ ફંક્શન જામનગરના આંગણે યોજવામાં આવ્યા હતા હાલમાં તો અનંત અને રાધિકા જામનગરમાં તમામ લોકો સાથે ઘણો સમય વિતાવ્યો હતો તથા તેમને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાધિકા અને અનંત એ સંપૂર્ણ સાદગી ભાવ સાથે બંને હાથ જોડી તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.