કડક સુરક્ષા હોવા છતાં પણ અંબાણી પરિવારના લગ્નમાં આમંત્રણ વગર બે યુવાનો ગેરકાયદેસર રીતે ઘૂસ્યા પોલીસ કાર્યવાહીમાં એવી વાત બહાર આવી કે…જુઓ સંપૂર્ણ ઘટના
અંબાણી પરિવારના આ લગ્ન જોઈ તમામ લોકોને એકવાર ત્યાં જવાની ઈચ્છા તો જરૂર થતી હશે પરંતુ આપણે માત્ર તસવીરો અને વીડિયોમાં જ લગ્ન જોઈ શકીએ છીએ. પરંતુ બે યુવાનો આ લગ્નને જોવાની ઈચ્છા માટે આટલી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પણ લગ્નમાં આમંત્રણ વગર ઘૂસી ગયા હતા. આ બાદ પોલીસે વધુ તપાસ કરતા બંને યુવકોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ બંને લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ તપાસ અને પૂછપરછ દ્વારા જાણવા મળ્યું કે એક યુવકનું નામ વેંકટેસ્ટ અન્સારી છે.કે જેઓ youtube માં વિડીયો બનાવે છે. પરંતુ પોલીસ સામે તેઓ બિઝનેસમેન હોવાનો દાવો કરી રહ્યા હતા. હાલમાં તો બંને પોલીસ કસ્ટડીમાં છે જ્યાં તેમની વધુ તપાસ અને પૂછપરછ કરવામાં આવશે બંને લોકો આંધ્રપ્રદેશથી મુંબઈ લગ્નમાં પ્રવેશવા માટે પહોંચ્યા હતા પરંતુ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બંને લોકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં વધુ એક સમાચાર સામે આવ્યા છે કે youtube ના વિડીયો બનાવતો વેંકટેસ્ટ ગેટ નંબર 23 થી લગ્નમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો હતો.પરંતુ સિક્યુરિટી ની અચાનક નજર જતા સિક્યુરિટી ગાર્ડ એ આમંત્રણ કાર્ડ બતાવવા કહ્યું હતું. પરંતુ તે ત્યાંથી સિક્યુરિટી ગાર્ડથી બચી ગયો ત્યારબાદ ફરીવાર 19 નંબરના ગેટેથી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વખતે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેની સાથે આવેલા અન્ય મિત્રોએ ગેટ નંબર 10 થી અંદર જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હું ન્યુઝ મીડિયામાંથી આવું છું પરંતુ તેની પાસે કોઈ માન્ય પાસ ન હતો. આથી પોલીસને શંકા જતા તેની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી યાદ ધરવામાં આવી છે.
પોલીસ જવાન ટ્રાફિક પોલીસ સુરક્ષા ગાર્ડ અને અન્ય સિક્યુરિટી વ્યવસ્થા અંબાણી પરિવારના લગ્નમાં કરવામાં આવી હતી જેથી આમંત્રિત મહેમાનોને કોઈપણ જાતની અગવડતા કે અવ્યવસ્થાના સર્જાય. આબાદ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે પણ લાંબી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને લગ્નના દિવસે મુંબઈના રસ્તાઓ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. જેથી લગ્નનો માહોલ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે હાલમાં તો આ બંને યુવાનોની કાર્યવાહી ચાલી રહી છે.