અંબાણી પરિવારની નવી વહુ રાધિકાને સાસુ સસરા તરફથી 640 કરોડનો વિલા, 100 કરોડનો હાર 21 કરોડની કાર અને.. જુઓ અન્ય શું છે મોંઘી ગિફ્ટ
હાલમાં જ ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે થયા હતા. આ બાદ એન્ટીલિયામાં ઘર આંગણે પોતાની નવી વહુ રાધિકાના કંકુ પગલા કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ સાસુ નીતા અંબાણીએ આરતી ઉતારી લક્ષ્મીરૂપી દીકરીનું પોતાના ઘરે સ્વાગત કર્યું હતું તથા તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી આ સંસ્કારો સંસ્કૃતિ અને સભ્યતા અંબાણી પરિવાર હંમેશા પોતાની સાથે રાખે છે આ કારણથી જ તેઓ આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તથા દેશ દુનિયામાં પોતાની એક અલગ ઓળખ અને વિશિષ્ટ નામના સ્થાપવામાં સફળ રહ્યા છે.
નવી વહુ રાધિકા નો ઘરમાં પ્રવેશની સાથે જ કરોડો રૂપિયાની ગિફ્ટ નો પણ વરસાદ કરવામાં આવ્યો હતો જેમાં સાસુ નીતા અંબાણી તરફથી અનંત અને રાધિકાને દુબઈમાં આવેલા બંગલાની ભેટ આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે આ વિલાની કિંમત લગભગ 640 કરોડ આસપાસ છે. જેમાં 10 કરતાં વધારે બેડરૂમ અને સુવિધા નો તો કોઈ પાર જ નથી. આબાદ સાસુ સસરાએ પોતાની વહુ રાધિકાને ડાયમંડ વેડિંગ ચોકર નેકલેસ ગિફ્ટ કર્યો હતો જેની કિંમત આશરે સો કરોડ આસપાસ બતાવવામાં આવી રહી છે. આ સાથે નીતા અંબાણીએ પોતાના લાડકા પુત્ર અનંત અંબાણીને પાંચ કરોડ 42 લાખની કિંમત ધરાવતી બેન્ટલી કાર ગિફ્ટ માં આપી છે.
નીતા અંબાણી આ બાદ પોતાની વહુ રાધિકાને કસ્ટમ એડ જ્વેલરી ગિફ્ટ કરી છે જેની કિંમત 21 કરોડ 70 લાખ કરતા પણ વધારે છે. રાધિકા ને ગૃહ પ્રવેશ ની સાથે જ પોતાના સાસરીયા પક્ષ તરફથી લાખો કરોડો રૂપિયાની ભેટ મળી હતી માત્ર એટલું જ નહીં પરંતુ પોતાની મોટી વહુ અને દીકરીને પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી તરફથી કરોડો રૂપિયાની અવનવી ભેટ આપવામાં આવી હતી સમગ્ર અંબાણી પરિવાર પોતાની પુત્રવધુ અને દીકરીને હંમેશા માનસન્માન આપે છે તથા તેમને લક્ષ્મીરૂપી અવતાર માની હંમેશા તેની પૂજા કરે છે.
રાધિકા ની વિદાય વખતે સસરા મુકેશ અંબાણીના આંખમાંથી પણ આંસુ જોવા મળ્યા હતા. આ સાથે તેને ખુશી નો કોઈ પાર ન હતો કારણ કે તેમના ઘર આંગણે પુત્રવધુ નહીં પરંતુ દીકરીનું આગમન થવાનું હતું આ સંસ્કારોને કારણે જ રિલાયન્સ કંપની અને સમગ્ર અંબાણી પરિવાર સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યો છે ખરેખર આટલા મોટા અમીરપદ પર હોવા છતાં પણ સંસ્કારો અને સંસ્કૃતિ સાથે સભ્યતા પ્રતિ હંમેશા આ પરિવાર જોડાયેલો રહે છે.