અનંત રાધિકાના લગ્નમાં 2500 જાતના દેશ વિદેશના પકવાન સાથે 200 મીટર સુધી મહેમાનો માટે જોવા મળી અલગ અલગ મીઠાઈ જુઓ વાયરલ વિડિયો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાના લગ્ન બાર જુલાઈના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યા હતા. આ લગ્નના ફંકશન 14 જુલાઈ ના રોજ મંગલ મહોત્સવ એટલે કે રિસેપ્શન પાર્ટી થી પૂર્ણ કરવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી સમગ્ર દેશ દુનિયા અને સોશિયલ મીડિયામાં આ સમાચારો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે આ સાથે તેમની તસ્વીરોને વિડિયો પણ સોશિયલ મીડિયામાં લોકો દ્વારા શેર કરવામાં આવ્યા હતા. અનંત રાધિકાના લગ્નમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી રાજકારણ રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિ તથા અનેક મહાન સેલિબ્રિટી આ લગ્નમાં જોવા મળી હતી.

અંબાણી પરિવાર એ અનંત ના લગ્ન માટે 5,000 કરોડ કરતાં પણ વધારે નો ખર્ચ કર્યો હતો. આ વચ્ચે લગ્નમાં ભોજનમાં કઈ કઈ વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમની વિશે આપને હવે જણાવવા જઈ રહ્યા છીએ. આ લગ્નમાં તમામ આમંત્રિત મહેમાનો માટે ૨૫૦૦થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વાનગી નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વાનગીને બનાવવા અને પહોંચાડવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ના પ્રખ્યાત કુક ને બોલાવવામાં આવ્યા હતા. Jio વર્લ્ડ સેન્ટર નો એક આખો માળ ભોજન માટે બનાવવામાં આવ્યો હતો. આ માળ પર કાશીના ઘાટ નું નિર્માણ કર્યું હતું. આ ભોજન ફ્લોરમાં પ્રવેશતા ની સાથે જ બનારસી ચાટ ની દુકાન હતી જ્યાં તમામ લોકોએ ચાટની મજા માણી હતી. આ સાથે જ નારિયળ માંથી બનેલી 100 કરતાં પણ વધારે વાનગીનો સમાવેશ થાય છે.

તમામ મહેમાનો માટે બનારસી પાન અને ફિલ્ટર કોફીની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત અલગ અલગ શહેરો ના વખણાતા ફૂડ, કેસર ક્રીમ,બદામ ક્રીમ,કાજુ ક્રીમ જેવી તમામ સ્વીટ વાનગીઓ મહેમાનો માટે બનાવવામાં આવી હતી. આ લગ્નમાં 2500 કરતાં પણ વધારે અલગ અલગ વાનગીનો સમાવેશ થાય છે. આ સાથે જ ૨૦૦ મીટર સુધી દેશ-વિદેશની તમામ પ્રખ્યાત મીઠાઈ પણ મહેમાનો માટે ગોઠવવામાં આવી હતી.

ઠંડા પીણા પણ તમામ પ્રકારના અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં ઠંડાઈ, થીક શેક,ફાલુદા, કોકો નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ પ્રકારના ફળો શાકભાજી માંથી બનાવેલા અલગ અલગ જ્યુસ પણ રાખવામાં આવ્યા હતા જેમાં સફરજન મેંગો સ્ટ્રોબેરી દાડમ જેવા જ્યુસ નો સમાવેશ થાય છે.

આ લગ્નમાં અલગ અલગ ભોજન માટે દુકાનો બનાવવામાં આવી હતી જેમાં ગુજરાતી પંજાબી મહારાષ્ટ્ર જેવા અલગ અલગ રાજ્યો સહિત વિદેશની ડીશ પણ જોવા મળી હતી. તમામ મીઠાઈ અને ડીશ ના સ્ટોલને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. જાણે કોઈ ફરવા લાયક સ્થળ હોય તેવી જ રીતે આ ભોજન ના ફ્લોર ને બનાવવામાં આવ્યો હતો. આ લગ્નમાં દૂર દૂર સુધી ભોજન ની નવી નવી આઈટમ જ જોવા મળી હતી જેથી કહી શકાય કે અંબાણી પરિવાર એ આમંત્રિત મહેમાનો માટે ભોજન બાબતે કોઈપણ કમી રાખી ન હતી આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં તમામ લોકોએ આ સ્ટોલ અને બનારસી થીમના ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *