મુકેશ અંબાણીએ પોતાના દીકરા અનંત ના લગ્નમાં 25,000 કરોડ કરતાં પણ વધારે ની કમાણી કરી, નવી વહુ રાધિકા આવતાની સાથે જ રિલાયન્સ કંપનીના કિસ્મત ચમકી ઉઠ્યા!! જુઓ કેવી રીતે થયો ચમત્કાર
અનંત અંબાણી અને રાધિકા ના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ પૂર્ણ થયા હતા ત્યારબાદ નવદંપતીને આશીર્વાદ માટે અંબાણી પરિવાર તરફથી આશીર્વાદ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મંદિરોના સાધુ સંતો ધર્મગુરુ વિશ્વગુરુ યોગગુરૂ સહિત તમામ લોકોએ વિશેષ રીતે ઉપસ્થિત રહી અનંત અને રાધિકાને નવા લગ્ન જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારબાદ આમંત્રિત મહિમાનો માટે મંગલ મહોત્સવ એટલે કે રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી તમામ સુપરસ્ટાર હાજર રહ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓએ પણ હાજરી આપી હતી તેમની સાથે ગુજરાતી કલાકાર પણ જોવા મળ્યા હતા ખરેખર આ લગ્ન મહોત્સવ માત્ર અંબાણી પરિવાર કે ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર દેશ દુનિયા માટે વર્ષો વર્ષ સુધી ખૂબ જ યાદગાર બની રહેશે.
આ લગ્નમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા જેમને અનંત અને રાધિકાને લગ્ન માટે આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ ભારત દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીમંડળ પણ હાજર રહ્યા હતા વિદેશના પ્રધાનમંત્રી સહિત તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ અંબાણી પરિવારના આ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિતિ આપી હતી.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણી અનંત અને રાધિકાના લગ્ન માટે 5000 કરોડ કરતાં પણ વધારે નો ખર્ચ કર્યો હતો પરંતુ લગ્નના માહોલ વચ્ચે મુકેશ અંબાણીની નેટવર્થ ઘટવાની જગ્યાએ અરબો રૂપિયાનો વધારો થયો છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો કહી રહ્યા હતા કે મુકેશ અંબાણીએ પોતાના દીકરા અનંત ના લગ્ન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે આ કારણથી હવે તેના પૈસામાં ઘટાડો થશે પરંતુ આ ઘટાડાની જગ્યાએ અરબો રૂપિયાનો વધારો થયો છે.
વિશ્વના અબજોપતિ માંથી મુકેશ અંબાણી 12 માં નંબર પરથી 11 મા સ્થાને પહોંચી ગયા છે. હજુ પણ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.અનંત અંબાણીના લગ્ન પહેલા મુકેશ અંબાણીની નેટવર્થ 118 અરબ ડોલર હતી જે વધીને 121 અરબ ડોલર થઈ ચૂકી છે ખરેખર આ આંકડો સાંભળી તમામ લોકોના હોંશ ઉડી ગયા હતા. મુકેશ અંબાણીએ લગ્નના છેલ્લા 20 દિવસોમાં ત્રણ અરબ ડોલર એટલે કે 25,000 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. સાથે જ લગ્ન પૂર્ણ થયાના છેલ્લા 24 કલાકમાં 10,000 કરોડ કરતાં પણ વધારે નહીં કમાણી કરી હતી જે તેમના લગ્ન ખર્ચ કરતા 5000 કરોડ વધારે છે.
અનંત અંબાણી ના લગ્ન અને મુકેશ અંબાણીના સ્થાનમાં ફેરફાર થવાને કારણે શેરબજારમાં પણ ઘણા બદલાવ થયા છે આ કારણથી જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેરમાં એક ટકા ની તેજી આવી છે જેને કારણે શેર બજારના ધારકો પણ ખૂબ જ ખુશ થયા હતા. આ લગ્નને કારણે માત્ર મુકેશ અંબાણીને જ નહીં પરંતુ સમગ્ર રિલાયન્સ કંપની ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કર્મચારી તથા શેરધારકોને પણ ખૂબ જ ફાયદો થયો છે આ કારણથી અનંત અંબાણીના લગ્ન લોકોને માટે ખૂબ જ ખાસ અને યાદગાર બની ગયા હતા. હાલમાં તો આ કમાણી નો આંકડો સાંભળી તમામ લોકો વિચારમાં પડી ગયા હતા.