કિર્તીદાન ગઢવીએ પોતાના સમગ્ર પરિવાર સાથે ઓપન જીપમાં કેન્યામાં આવેલા જંગલની લીધી મુલાકાત, જુઓ વાયરલ તસવીરો
હાલના સમયમાં ગુજરાતના લોકપ્રિય સંગીતકાર કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે કેન્યા દેશના પ્રવાસની મોજ માણી રહ્યા છે. કિર્તીદાન ગઢવીએ પોતાના પરિવાર સાથે આનંદદાયક પળો ની તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં તેમના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી આટલા મોટા કલાકારો હોવા છતાં કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે સમય પસાર કરે છે અને તેમને ખૂબ જ પ્રેમ કરતા જોવા મળે છે.
આ પહેલા પણ કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે અબુધાબીના પ્રવાસની મજા માણી રહ્યા હતા જેની તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. આ બાદ અંબાણી પરિવારના લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ તેઓ કેન્યાના પ્રવાસ માટે રવાના થયા હતા. તસવીરોને વીડિયોમાં આપ જોઈ શકો છો કે વરસાદના સુંદર મોસમ વચ્ચે કિર્તીદાન ગઢવી આનંદ માણી રહ્યા છે.
આ વાયરલ વીડિયોમાં કિર્તીદાન ગઢવી પોતાની પત્ની અને બાળકો સાથે ઓપનજીપમાં જંગલના આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી આ સાથે કેનિયામાં આવેલા ખૂબસૂરત અને આકર્ષક તળાવનો સુંદર નજારો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.કિર્તીદાન ગઢવી પોતાની પત્ની સાથે આનંદદાયક પળો વિતાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી ની દરેક સફળતા પાછળ તેમના પરિવારનો ખુબ સાથ સહકાર અને પ્રેમ રહેલો હોય છે. આ કારણથી જ કિર્તીદાન ગઢવી પોતાનો સમય પરિવાર પાછળ પસાર કરતા હોય છે. આજના સમયમાં કિર્તીદાન ગઢવી માત્ર ગુજરાતમાં અને પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે.
આ તસવીરોને અત્યાર સુધી 20,000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં કિર્તીદાન ગઢવી ના તમામ ચાહકોએ ખૂબ જ વખાણ કર્યા હતા સાથે વિદેશના પ્રવાસ માટે શુભકામના શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા.આજના સમયમાં કિર્તીદાન ગઢવી એ સંગીત ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ખૂબ જ આગળ વધ્યા છે હાલમાં તો કિર્તીદાન ગઢવી પોતાનો સમય પરિવાર સાથે કેનિયામાં માણી રહ્યા છે.
હાલમાં કિર્તીદાન ગઢવી જે જંગલ પ્રવાસની મુલાકાત લીધી હતી તેના વિશે થોડું જાણીએ તો મસાઈ મારા , જે કેટલીકવાર મસાઈ મારા તરીકે પણ ઓળખાય છે અને સ્થાનિક રીતે ફક્ત ધ માર તરીકે ઓળખાય છે , તે કેન્યાના નારોકમાં એક વિશાળ રાષ્ટ્રીય રમત અનામત છે , જે તાન્ઝાનિયામાં સેરેનગેતી રાષ્ટ્રીય ઉદ્યાન સાથે જોડાયેલ છે.તેનું નામ મસાઈ લોકોના માનમાં રાખવામાં આવ્યું છે.આ વિસ્તારના પૂર્વજ રહેવાસીઓ, જેઓ નાઇલ બેસિનમાંથી આ વિસ્તારમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. જ્યારે દૂરથી જોવામાં આવે ત્યારે વિસ્તારનું તેમનું વર્ણન: સ્થાનિક માસાઈ ભાષામાં “મારા” નો અર્થ “સ્પોટેડ” થાય છે.