હાર્દિકને નતાશા સાથે નાઈટ ક્લબમાં થયો હતો પ્રેમ, એકબીજા સાથે ચાર વાર કર્યા લગ્ન વાંચો સંપૂર્ણ કહાની
સોશિયલ મીડિયામાં હાર્દિક અને નતાશા ના છૂટાછેડા ના સમાચાર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે આ સમાચાર સાંભળી હાર્દિક પંડ્યાના ચાહકોએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે હજુ સુધી હાર્દિક અને નતાશા વચ્ચે શા કારણથી છૂટાછેડા થયા તેની કોઈ સાચી ખબર સામે આવી નથી. ઘણા લાંબા સમયથી હાર્દિક અને નતશા વચ્ચેના સંબંધોમાં ઘણી અટકળો ચાલી રહી હતી જેને કારણે 18 ફેબ્રુઆરી 2020 ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડલ નતાશા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ શેર કરી છુટાછેડા અંગે ચાહકોને સમાચાર આપ્યા હતા.
માર્ચ 2024 થી બંને વચ્ચે સંબંધોમાં અનેક ઉતાર ચઢાવ ચાલી રહ્યા હતા અને લોકોની વચ્ચે પણ અલગ અલગ સમાચાર સામે આવ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ ipl 2024 ની એક પણ મેચમાં હાર્દિક પંડ્યા ની પત્ની નતાશા જોવા મળી ન હતી. આ સાથે જ t20 વર્લ્ડ કપ 2024 ની મેચમાં પણ નતાશા એક પણ મેચમાં સ્ટેડિયમમાં હાજર રહી ન હતી આ કારણથી જ ચાહકોએ પોતાના મતેથી અલગ અલગ મંતવ્યો લગાવ્યા હતા અને આખરે હાર્દિક અને નતાશાએ છૂટાછેડા અંગેની જાહેરાત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કરી હતી. આ છૂટાછેડા ની જાહેરાત પહેલા નતાશા પોતાના બાળક સાથે એરપોર્ટ પર જોવા મળી હતી પરંતુ નતાશા એ લોકોને યોગ્ય જવાબ ન આપ્યા હતા.
હાર્દિક અને નતાશા બંનેની મુલાકાત 2018માં થઈ હતી. આ બંને લોકો મુંબઈના નાઈટ ક્લબમાં એકબીજા સાથે મળ્યા હતા. આબાદ બંને લોકોએ પોતાના મિત્રતાની શરૂઆત કરી હતી પરંતુ હાર્દિકને નતાશા થી પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. પરંતુ તે સમયે નતાશા ને ખબર ન હતી કે હાર્દિક ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી રહ્યો છે આ વાતનો ખુલાસો હાર્દિકે પોતાના ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.
બંનેની પ્રથમ મુલાકાત બાદ એકબીજા સાથે નજીકના સંબંધો બંધાયા હતા ત્યારબાદ અભિનેત્રીના જન્મદિવસ અને દિવાળીના સમયે હાર્દિકે તેના પરિવાર સાથે નતાશા ની મુલાકાત કરાવી હતી. આ બાદ હાર્દિક અને નતાશા ઘણી વખત સ્ટેડિયમમાં અને ફંકશનમાં એક સાથે જોવા મળ્યા હતા. આબા ધીરે ધીરે સોશિયલ મીડિયામાં તસવીરો બંનેની એક સાથે સ આવવા લાગી આ કારણથી જ લોકો વચ્ચે તેના અફેરની ચર્ચાઓ ચાલવા લાગી હતી.
લાંબા સમયની મિત્રતા બાદ બંને લોકો એકબીજા સાથે પ્રેમના બંધનમાં બંધાયા હતા. આબાદ વર્ષ 2020 માં હાર્દિક પંડ્યા એ ફિલ્મી સ્ટાઈલમાં નતાશા ને પ્રપોઝ કરી તમામ લોકોને સરપ્રાઈઝ આપી હતી. હાર્દિક પંડ્યા એ સમુદ્ર કિનારાની વચ્ચે બોટમાં રીંગ પહેરાવી નતાશા ને પ્રપોઝ કર્યું હતું. આ સમાચાર હાર્દિક પંડ્યા એ કોરોના કાળ દરમ્યાન લોકોને આપ્યા હતા.
આ બાદ વર્ષ 2020 માં બંને લોકોએ કોર્ટ મેરેજ કર્યા હતા પરંતુ આ લગ્ન પહેલા જ નતાશા ગર્ભવતી બની હતી. આ બાદ વર્ષ 2020 માં હાર્દિક પંડ્યા અને નતાશા માતા પિતા બન્યા હતા ત્યારબાદ વર્ષ 2023 માં પરિવાર નતાશા ની ઈચ્છા ને કારણે બંને લોકોએ લગ્ન કર્યા હતા.આપને જણાવી દઈએ કે હાર્દિક અને નતાશા એ હિંદુ અને ક્રિસ્ચન બંને રીત રિવાજ પ્રમાણે અલગ અલગ લગ્ન કર્યા છે.