ગુજરાતી ફિલ્મના અભિનેતા વિક્રમ ઠાકોરની માતાનું થયું દુઃખદ અવસાન, ફિલ્મ ક્ષેત્ર સહિત ઠાકોર પરિવારમાં છવાઈ દુઃખની લાગણી
હાલમાં જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ની માતાનું દુઃખદ અવસાન થયું છે. આ દુઃખની લાગણી અને સમાચાર તેમને પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે જેમાં વિક્રમ ઠાકોર સહિત સમગ્ર ઠાકોર પરિવાર અને કલાકાર જગત તેમની માતાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે હાજર રહ્યા હતા.ગુજરાતી ફિલ્મના અભિનેતા વિક્રમ ઠાકોર ની માતાનું થયું દુઃખદ અવસાન,ફિલ્મ ક્ષેત્ર સહિત ઠાકોર પરિવારમાં છવાઈ દુઃખની લાગણીહાલમાં જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ની માતાનું દુઃખદ અવસાન થયું છે. આ દુઃખની લાગણી અને સમાચાર તેમને પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે જેમાં વિક્રમ ઠાકોર સહિત સમગ્ર ઠાકોર પરિવાર અને કલાકાર જગત તેમની માતાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે હાજર રહ્યા હતા.
વિક્રમ ઠાકોર ની માતાનું નામ લક્ષ્મીજી ઠાકોર હતું કે જેમનું અવસાન ૨૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ સેક્ટર ૧૫, ફતેપુરા, ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને થયું હતું. લક્ષ્મીબેન ના અંતિમ દર્શન માટે 24 જુલાઈ બુધવારના રોજ બેસણું રાખવામાં આવ્યું છે જેના સમાચાર પણ વિક્રમ ઠાકોરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો પોસ્ટ શેર કરી આપ્યા હતા.
આ સમાચાર સાંભળતા ની સાથે જ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કલાકાર ક્ષેત્રમાં પણ શોકની લાગણી જોવા મળી હતી કારણ કે વિક્રમ ઠાકોર આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અભિનય અને સંગીત ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિય બન્યા છે આ કારણથી જ તેમની માતાના અવસાન ના સમાચાર સાંભળતા ની સાથે જ તમામ કલાકાર અને અભિનેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિક્રમ ઠાકોર ની સફળતા પાછળ તેમની માતાએ અનેક સંઘર્ષો કરી પોતાના દીકરા વિક્રમ ઠાકોરને અભિનય ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણ આપી છે. પરંતુ અચાનક જ માતાના અવસાન થી વિક્રમ ઠાકોર સહિત તેમનો સમગ્ર પરિવાર ખૂબ જ દુઃખી થયો હતો.
આ પોસ્ટ શેર કરતા વિક્રમ ઠાકોરે પોતાના કેપ્શન માં લખ્યું હતું કે મા વિના સૂનો સંસાર અને ખરેખર આ દુનિયામાં મા વિના દુનિયા અધૂરી છે પોતાના સંતાનના સપના પૂરા કરવા માટેમાં દિવસ રાત મહેનત કરી પોતાના દીકરાના સપનાને સજાવતી હોય છે પરંતુ જ્યારે આ દુનિયામાંથી માં સંતાનોને મૂકી ચાલી જાય ત્યારે એક દીકરો જ આ દુઃખને ખૂબ જ નજીકથી જાણી શકે છે. એટલે જ આપણા કવિએ પણ લખ્યું છે કે માં તે માં બીજા બધા વગડાના વા માની તુલના આ દુનિયામાં બીજું કોઈ નથી કરી શકતું. માં દુનિયાની સૌથી મોટી યોદ્ધા છે જે કોઈપણ પરિસ્થિતિ સામે પોતાના સંતાન માટે લડવાની તાકાત ધરાવે છે.
આ પોસ્ટના માધ્યમથી વિક્રમ ઠાકોરના ચાહકોએ પણ આ સમાચાર સાંભળતાની સાથે જ પોતાની દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને ભાવભીની શ્રદ્ધાંજલિ કોમેન્ટ ના માધ્યમ દ્વારા પાઠવી હતી. આપણે પણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે વિક્રમ ઠાકોર અને સમગ્ર ઠાકોર પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આપના આત્માને શાંતિ અર્પે બસ એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના.