ઓસ્ટ્રેલિયામાં સ્ટાઇલિસ્ટ આઉટ ફીટમાં ગીતાબેન રબારીએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ આકર્ષક તસ્વીરો

સમગ્ર ગુજરાત અને ભારતનું ગર્વ તરીકે જાણીતા થયેલા સાથે સંગીત ક્ષેત્રમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરનાર ગીતાબેન રબારી આજે વિદેશના દેશોમાં રાસ ગરબા અને લોકસંગીતની ધૂમ મચાવી રહ્યા છે તેઓએ હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ધરતીમાં ખૂબ જ સ્ટાઈલીસ્ટ આઉટફીટ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.જેની તસવીરો સોશિયલ મીડિયામાં ગીતાબેન રબારીએ શેર કરી હતી. આ તસવીરોમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. આજના સમયમાં ગીતાબેન રબારી વિદેશના અલગ અલગ દેશોમાં રાસ ગરબાની ધૂમ મચાવી રહ્યા છે.

ત્યાં ગુજરાતવાસીઓ તરફથી ગીતાબેન રબારી નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યું છે આજે તેઓ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસંગીતની ભેટ પહોંચાડી રહ્યા છે આ વાત જ આપણા સૌ માટે ખૂબ જ ગર્વ છે કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી હંમેશા પોતાનું જીવન ભારતીય પરંપરાગત અને સાદગી પૂર્વક જીવવાનું પસંદ કરે છે.

હાલમાં વાયરલ કરેલી તસવીરોમાં જોઈ શકો છો કે ગીતાબેન રબારી એ ખૂબ જ સ્ટાઇલિશ આઉટ ફીટમાં અલગ અલગ અંદાજમાં આકર્ષક પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું છે. આબાદ ઓસ્ટ્રેલિયામાં જાણીતા પ્રાણી કાંગારુ સાથે પણ ખૂબ જ મસ્તી કરી હતી તથા તેને ખોરાક આપ્યો હતો આ તસવીરો ઓસ્ટ્રેલિયાના પથ શહેરની છે જ્યાં ગીતાબેન રબારી ના રાસ ગરબા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદેશની ધરતીમાં પણ ખૂબ મોટી સંખ્યામાં માત્ર ગુજરાતવાસીઓ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો પણ જોડાયા હતા.

તેમને પણ રાસ ગરબાની રમઝટ જમાવી હતી. વિદેશની ધરતીમાં ગીતાબેન રબારી ના લોકપ્રિય ગીતો સાંભળવા મળ્યા હતા. આ બાદ અન્ય તસવીરોમાં ગીતાબેન રબારી એ હાથમાં પાન રાખી અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા તેમણે ખંભા પર બેગ પણ કેરી કરેલું છે જેમાં ખૂબ જ જીનવટથી ભરત કામ કરવામાં આવ્યું છે જે ભારતીય પરંપરાગત કળા અને આવડતની યાદ અપાવે છે.

ગીતાબેન રબારી ની આ તસ્વીરને અત્યાર સુધી 83 હજાર કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં ગીતાબેન રબારી ના તમામ ચાહકોએ તેમના ફોટોશૂટની સુંદરતાને આકર્ષકતાના ખૂબ જ વખાણ કર્યા હતા સાથે સાથે વિદેશની ધરતી ના પ્રવાસ માટે શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી તથા તમામ ગુજરાતવાસીઓએ ગીતાબેન રબારી ના આશીર્વાદ આપ્યા હતા.

આવનારા સમયમાં અલગ અલગ દેશોમાં ગીતાબેન રબારી રાસ ગરબા ના કાર્યક્રમમાં વિશિષ્ટ રીતે ઉપસ્થિત થશે. જેમાં અમેરિકા યુકે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા દુબઈ જેવા દેશનો સમાવેશ થાય છે આ તમામ દેશોમાં રહેલા ગુજરાતવાસીઓએ ગીતાબેન રબારી ના રાસ ગરબાનું ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે આયોજન કર્યું છે કોમેન્ટ ના માધ્યમથી અલગ અલગ દેશોના લોકોએ પણ આ કાર્યક્રમ માટે ઉત્સાહ અને આતુરતા દર્શાવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *