ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદને કારણે આવી શકે છે સૌથી મોટું સંકટ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વ્યક્ત કરી ચોકાવનારી આગાહી

હાલ ગુજરાતમાં ચારેકોર ચોમાસાના સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા તથા ઘણા સ્થળો પર પૂર જેવી સ્થિતિના વાતાવરણ પણ જોવા મળ્યા હતા. આ વરસાદી માહોલ દરમિયાન હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે અનેક આગાહીઓ વ્યક્ત કરી છે પરંતુ તે પહેલા 28 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન પણ ગુજરાતના નાના-મોટા શહેરોમાં મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહીઓ પણ વ્યક્ત કરી હતી. ભારે વરસાદને પગલે ખેડૂત વર્ગમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.આથી જ અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ ખૂબ જ ચિંતાજનક હજુ વધુ એક આગાહી વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ખેડૂતોને સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે કારણ કે આ વર્ષે મેઘરાજા ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં ધમાકેદાર મન મૂકીને વરસી રહ્યા છે જેને કારણે અનેક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને પૂર જેવી સ્થિતિનું સર્જન થયું હતું. આ બાદ તેમણે કહ્યું હતું કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ખેડૂતોએ ભીની જમીનના પાક ઉગાડવાનું ટાળવું જોઈએ. કારણ કે આ વરસાદ એ તમામ પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતના અનેક શહેરો વરસાદથી પ્રભાવિત થઈ શકે છે જેમાં જુનાગઢ અમરેલી ભાવનગર જેવા તમામ નાના-મોટા શહેરો અથવા ગામડાનો સમાવેશ થાય છે. દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે લોકોને ખૂબ જ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો તથા ઘણા ઘરો ડૂબી પણ ગયા હતા.

આ કારણથી જ ખેડૂત વર્ગ અને દક્ષિણ સૌરાષ્ટ્રવાસીઓના લોકોને અંબાલાલ પટેલે સાવચેત રહેવા જણાવ્યું છે આ સાથે જ ઉતર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં લો પ્રેશર એક્ટીવેશન થવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય પણ ભારે વરસાદથી પ્રભાવિત થઈ શકે છે જેને પગલે તમામ લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું આ તમામ વરસાદી અસરો 28 જુલાઈથી ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રહેશે પરંતુ ત્યાર પછીની આગાહીઓ હજુ સુધી વ્યક્ત કરવામાં આવી નથી પરંતુ તમામ લોકોને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સાવચેત રહેવા જણાવ્યું હતું.

સાઇકોલેશન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારતથી મહારાષ્ટ્ર સુધી ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકી શકે છે. આબાદ 30 જુલાઈ સુધી ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં ખૂબ જ સારો વરસાદ રહેશે. 16 થી 22 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ફરી મન મૂકીને ગુજરાતમાં વરસી શકે છે. ભારે વરસાદને પગલે ગુજરાતના તમામ લોકો અને ખેડૂતોને સાવચેત રહેવા જણાવ્યું છે તથા પ્રશાસનની ટીમ અને બચાવ કામગીરી ટીમને પૂરતો સાથ સહકાર મળે તે માટે પણ અંબાલાલ પટેલે વિનંતી કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *