પાટણના વિદ્યાર્થીની જર્મનીના સ્થાનિક તળાવમાંથી મળી શંકાસ્પદ લા-શ, પોતાનો એકનો એક દીકરો ગુમાવતા પરિવાર માથે આભ તૂટી પડ્યું જુઓ સમગ્ર ઘટના
આજના સમયમાં દરેક યુવાનો વિદેશમાં જવાનું સપનું જોતા હોય છે પરંતુ હાલમાં વિદેશની ધરતીમાંથી હત્યા આત્મહત્યા તથા મોટી દુર્ઘટનામાં મૃત્યુના અનેક સમાચાર સામે આવ્યા છે જેને કારણે આવનારા સમયમાં જનારા વિદ્યાર્થીઓને તેમના વાલીમાં ચિંતા નો માહોલ જોવા મળ્યો છે. હાલમાં જર્મનીમાં એક એક વિદ્યાર્થીના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે જેને લઇને ચારેકોર હાહાકાર મચી જવા પામ્યો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામનો રહેવાસી 25 વર્ષીય ચિરાગ પટેલની સ્થાનિક તળાવમાંથી શંકાસ્પદ લાશ મળી આવી છે. આપને જણાવી દઈએ કે પાટણ જિલ્લાનો ચિરાગ છેલ્લા પાંચ વર્ષથી જર્મનીમાં ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરી રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર ચાર દિવસ પહેલા ચિરાગ ની સ્થાનિક તળાવમાંથી શંકાસ્પદ લાશ મળી આવી હતી જેને પગલે જર્મન અધિકારીઓએ પોસ્ટમોર્ટમની કામગીરી હાથ કરી હતી. હાલમાં તો આખરે શા કારણે મૃત્યુ થયું તેની તપાસ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ સાચું કારણ બહાર આવ્યું નથી છેલ્લા ઘણા દિવસોથી વિદેશમાંથી અનેક હત્યા આત્મહત્યા તથા શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં સમાચારમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓમાં પણ ચિંતા નો ખૂબ જ ભારે માહોલ જોવા મળ્યો હતો.
આ સમાચાર ચિરાગના પરિવારજનોને મળતાની સાથે જ તેમની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.બે બહેનો વચ્ચે પોતાનો એકનો એક દીકરો ગુમાવતા માતા પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. રક્ષાબંધનના તહેવારના હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા માહોલ વચ્ચે બે બહેનોએ પોતાનો એક ભાઈ ગુમાવ્યો હતો આ કારણે ચારે તરફ ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી હતી. ભારતીય વિદેશ મંત્રાલય ચિરાગના મૃતદેહ ને ભારત લાવવાની તમામ વ્યવસ્થાઓ કરી દીધી છે જેને પગલે અમદાવાદ પર ચિરાગ નો મૃતદેહ લવાશે અને ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે સુરત લઈ જવામાં આવશે જ્યાં પરિવારજનોની હાજરીમાં ચિરાગ ને અંતિમ સંસ્કાર આપવામાં આવશે.
હાલમાં તો પરિવારજનોએ અને અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ એ માંગણી કરી છે કે વિદેશમાં રહેતા તમામ વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો કરવામાં આવે જેને પગલે ભારતીય વિદેશ મંત્રાલય માં પોતાની અરજી પ્રસ્તુત કરી હતી. પરંતુ હાલમાં તો આ ઘટનાએ ભવિષ્યમાં જનારા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા નો માહોલ ઉભો કરી દીધો છે. કારણકે આજના સમયમાં કહી શકાય કે વિદ્યાર્થીઓ વિદેશની ધરતીમાં પણ પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકતા નથી આ કારણથી જ હવે દરેક લોકોને વિદેશમાં જતા પહેલા વિચારવા માટે આ તમામ ઘટનાઓએ મજબૂર કરી દીધા છે પરંતુ હાલમાં તો પાટણના ચિરાગ પટેલના મૃત્યુના સમાચારને કારણે પરિવાર ભારે શોકની લાગણીમાં ગરકાવ થયો હતો.