ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ગીરમાં પોતાના મિત્રો સાથે દેશી ભોજનની મજા માણી, સાદગી એ લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો

સમગ્ર ગુજરાતમાં લોકસાહિત્યકાર તરીકે જાણીતા રાજભા ગઢવી હંમેશા પોતાના વતન સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલા રહે છે આ જ વાતથી આજે તેમના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને દરેક લોક ડાયરા અને આયોજિત પ્રસંગોમાં સાથ સહકાર અને પ્રેમ આપતા જોવા મળે છે. થોડા સમય પહેલા રાજભા ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે ઓપન જીપમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગાંડી ગીરની મુલાકાત લીધી હતી.

જેની અદભુત નજારા સાથેની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે રાજભા ગઢવીએ પોતાનું બાળપણ ગીરમાં જ વિતાવ્યું છે આ કારણથી જ હંમેશા આટલા મોટા લોક સાહિત્ય ક્ષેત્રે આગળ વધ્યા હોવા છતાં પણ પોતાના વતન અને બાળપણની યાદો સાથે હંમેશા નજીકથી જોડાયેલા રહેતા હોય છે આ સાથે જ તેઓ પોતાનું જીવન સાદગીપૂર્ણ વિતાવે છે.

આપ સૌ લોકોએ પણ ગીર ની મુલાકાત તો જરૂરથી લીધી હશે ગીરમાં પહોંચતાની સાથે જ જાણે એમ લાગે કે કુદરતની કળા અને સૌંદર્ય ચારે કળા એ ખીલી ઉઠ્યો હોય અને ગીરમાં ભોજનનો સ્વાદ તો કોઈ ફાઇસટાર હોટલ કે 56 ભોગ કરતા પણ વિશિષ્ટ અને સ્વાદિષ્ટ મળતો હોય છે. હાલમાં રાજભા ગઢવી એ પણ પોતાના સાથી મિત્રો સાથે ગીરના ભોજનની મજા માણી હતી વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રાજભા ગઢવી પોતાના તમામ મિત્રો સાથે ભોજન લઈ રહ્યા છે અને ભોજનમાં બાજરાના રોટલા રોટલી કઢી ખીચડી દહી છાશ ગીર ગાયનું માખણ ઘી તમામ દેશી ભોજન સમાવેશ થાય છે. અને તેમાં પણ મિત્રોનો સાથ હોય તો ભોજન ની મજા કઈક અલગ જ બની જતી હોય છે.

આપને જણાવી દઈએ કે ગીરના લોકો મહેમાનગતિમાં પોતાનું સર્વસ્વ પણ સમર્પિત કરી દેતા હોય છે તેમના માટે ઘરે આવેલા અતિથિ માત્ર મહેમાન નહીં પરંતુ તેમના માટે ભગવાન હોય છે તેમના ભોજનમાં ભલે રોટલો અને છાશ જ હોય પરંતુ તે પણ 56 ભોગ કરતા પણ વિશેષ લાગે છે તથા તે ભોજન બાદ નો ઓડકાર જાણે અમૃત હોય તેવો અનુભવ થાય છે ખરેખર ગીરની મહેમાનગતિ અદભુત છે તેમના માટે કોઈ જ શબ્દ નથી. એટલું જ નહીં પરંતુ ગીર ના લોકો પોતાના ઘર આંગણે આવેલા અતિથિને ખૂબ જ પ્રેમ લાગણી અને આદરભાવ આપી તેમના પ્રત્યે સન્માન નો ભાવ રજૂ કરતા હોય છે.

રાજભા ગઢવી એ વાયરલ કરેલી તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આજે પણ રાજભા ગઢવી ગીરની પરંપરા સંસ્કૃતિ અને સંસ્કારો સાથે ખૂબ જ પ્રેમ ધરાવે છે આ સાથે તેઓ અવારનવાર અનેકવાર પોતાના વતન ગીરની મુલાકાત લેતા હોય છે તથા બાળપણના દિવસોને ફરીવાર યાદ કરી તેમની મજા માણતા જોવા મળે છે.

આપણે ઘણી વાર જોયું હશે કે રાજભા ગઢવી દેશ-વિદેશના કાર્યક્રમમાં પણ ગીરની ઝાંખી કરાવતા હોય છે કારણ કે તેમના હૃદયમાં ગીરનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ રીતે સમાયેલું છે. હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં રાજભા ગઢવીના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા તમામ લોકોએ તેમની સાદગી અને સંસ્કારોના ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *