છૂટાછેડા બાદ પ્રથમ વાર હાર્દિક પંડ્યા વગર નતાશા એ પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો, જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા ના છૂટાછેડા ના સમાચાર પોતાના દરેક ચાહકો માટે ખૂબ જ ખરાબ સાબિત થયા હતા. આ બાદ હાર્દિક અને નતાશા ને લઈ અનેક સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ કપલે ચાર વાર લગ્ન કર્યા છતાં પણ અંતે 2024 માં છુટાછેડા લીધા હતા. પરંતુ આપ સૌ લોકો જાણતા હશો કે છૂટાછેડા બાદ નતાશા પોતાના પુત્ર સાથે સર્બિયા માં જોવા મળી હતી. આબાદ અવારનવાર અનેક તસવીરો અને સ્ટોરી સોશિયલ મીડિયામાં નતાશા શેર કરતી હોય છે જેમાં તે ઘણીવાર બાળક સાથે રમતા તો ઘણીવાર અનેક અપડેટ શેર કરતી હોય છે.
હાલમાં જ નતાશા એ 30 જુલાઈના રોજ પોતાના પુત્ર અગતસ્યાના જન્મદિવસની ઉજવણી કરી હતી. હાર્દિક પંડ્યા એ પોતાના પુત્રના ખાસ દિવસ નિમિત્તે સોશિયલ મીડિયામાં તેમની સાથેની તસવીરો અને વિડિયો શેર કરી શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે ભલે નતાશા અને હાર્દિક એકબીજાથી અલગ થઈ ગયા છે પરંતુ હાર્દિકનો પોતાના પુત્ર પ્રત્યેનો પ્રેમ હજુ બદલાયો નથી. નતાશા એ અગતસ્ય ના જન્મદિવસની ઉજવણી નો વિડીયો શેર કર્યો હતો. પ્રથમ વખત હાર્દિક પંડ્યા વગર તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી જોવા મળી હતી. આ બાજુ નતાશા એ પણ સોશિયલ મીડિયામાં પોતાના પુત્ર સાથેની તસવીરો અને વીડિયો શેર કરી તેને શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી.
આ તસવીરો શેર કરતા નતાશા એ લખ્યું હતું કે “મારા બુબા, તમે મારા જીવનમાં શાંતિ, પ્રેમ અને ખુશી લાવ્યા છો. મારા બ્યુટીફુલ બોય, તમે ખૂબ જ સારા છો, ખૂબ જ પ્રેમાળ અને દયાળુ છે, હંમેશા આવા જ રહો… હું દુનિયાને તમારી દયાળુ આત્મા ને બદલવા નહીં દઉં… હું હંમેશા તમારી સાથે રહીશ, હાથમાં હાથ નાખી હું તમને પ્રેમ કરું છું, મમ્મા.” છુટાછેડા બાદ નતાશા પોતાના પુત્ર સાથે સૌથી વધારે સમય વિતાવી રહી છે આ સાથે જ હાર્દિક પંડ્યા ની યાદ ના આવે તે માટે નતાશા પોતાના પુત્રને પ્રેમ આપવાના તમામ પ્રયાસો કરી રહી છે કારણ કે તેમનો પુત્ર અગતસ્ય પિતાને સૌથી વધારે પ્રેમ કરતો હતો પરંતુ અચાનક જ સમય સંજોગોથી પિતાથી દૂર થવાનો વારો આવ્યો હતો આ કારણથી જ એ તમામ યાદો અને પ્રેમને ભુલાવવા માટે નતાશા તમામ પ્રયત્નો કરી રહી છે.
આ સાથે વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકો છો કે અગત્સયના મિત્રો આ જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયા હતા તથા ખૂબ જ સુંદર કેક પણ જોવા મળી રહી છે તથા આસપાસ ની દરેક જગ્યાએ શણગારવામાં આવ્યું છે તમામ લોકોએ કોમેન્ટના માધ્યમથી પણ હાર્દિક પંડ્યાના પુત્રને જન્મદિવસ માટે અભિનંદન અને શુભકામના પાઠવી હતી. હાલમાં તો આ જન્મદિવસની ઉજવણી અને માતા પિતાની શુભકામના અને શુભેચ્છા પ્રત્યેનો પ્રેમ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.