અનંત અંબાણીની સાદગી એ જીત્યા લોકોના દિલ, પેરિસમાં સામાન્ય લોકો સાથે કરાવી ફોટોગ્રાફી, સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે વખાણ જુઓ વાયરલ વિડિયો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત દેશના સૌથી અમીર પરિવાર અંબાણી પરિવાર હંમેશાં પોતાની લક્ઝરીયસ લાઈફને માટે લોકોને વચ્ચે ચર્ચાનો વિષય બની જતા હોય છે તેની દરેક ચીજ વસ્તુઓની કિંમત લાખો કરોડો અને અબજો રૂપિયામાં જ હોય છે જેને સાંભળી આપણે પણ ચોકી જઈએ છીએ. 12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકાના લગ્નમાં પણ મુકેશ અંબાણીએ 5000 કરોડ કરતાં પણ વધારે ખર્ચ કર્યો હતો.

આ લગ્ન બાદ સમગ્ર અંબાણી પરિવાર ઓલમ્પિક 2024માં ભારતના તમામ ખેલાડીઓના ઉત્સાહ વધારવા માટે પેરીસ પહોંચ્યા હતા જેની અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ માહોલ દરમિયાન અનંત અંબાણીએ સામાન્ય લોકો સાથે સેલ્ફી અને ફોટોગ્રાફી પડાવી પોતાની સાદગીનું ઉદાહરણ લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું છે.

આ વિડીયો દ્વારા અંદાજો લગાવી શકાય કે અનંત અંબાણી આટલા મોટા પદ પર અમીર હોવા છતાં પણ પોતાની સાદગી સંસ્કારો સંસ્કૃતિ અને સભ્યતાને ક્યારેય ભૂલ્યા નથી તેઓ પોતાની લક્ઝરીયસ લાઈફ સાથે સાદગીભર્યું જીવન જીવવાનું પણ પસંદ કરે છે. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે અનંત અંબાણી પોતાની કારમાંથી ઉતરે છે અને ત્યારબાદ એક આફ્રિકન યુવક અનંત અંબાણી સાથે સેલ્ફી લેવા માટે નજીક આવે છે. અનંત અંબાણી કોઈપણ જાતનું અભિમાન રાખ્યા વગર તેમની સાથે ફોટોગ્રાફી કરાવે છે.

આ વીડિયોમાં તમામ લોકો અનંત અંબાણીની સાદગીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. કારણકે જીવનમાં આપણી મહેનત અને સંઘર્ષને કારણે અમીર તો બની જતા હોઈએ છીએ પરંતુ ત્યારબાદ આપણા જીવનમાં સાદગી સંસ્કૃતિ અને સંસ્કારો રાખવા ખૂબ જ મુશ્કેલ બની જતા હોય છે પરંતુ સમગ્ર અંબાણી પરિવાર અને તેમાં પણ અનંત અંબાણી આ કાર્ય અને શક્ય કરી બતાવ્યું છે માત્ર પ્રથમ વાર નહીં પરંતુ ઘણીવાર અનંત અને તેમના અંબાણી પરિવારના સભ્યો પોતાની સાદગી થી દરેક લોકોના દિલ જીતતા હોય છે. આપણા જીવનમાં આપણા સંસ્કારો સફળતાના શિખરો સુધી પહોંચાડતા હોય છે. આ વાત જીવનમાં ક્યારેય ન ભૂલવી જોઈએ.

અનંત અંબાણીનું આફ્રિકન યુવક સાથેનું વર્તન લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આજે ઘણા લોકો આપણે જોઈએ છીએ કે પોતાના જીવનમાં થોડા સફળ થતાની સાથે જ તેમના જીવનમાં અભિમાન આવી જાય છે અને નાના માણસોને ધક્કો મારે છે પરંતુ કરોડો અને અબજો રૂપિયાની સંપત્તિ ધરાવતા મુકેશ અંબાણીના બંને પુત્રો આકાશ અને અનંત આજે પણ પોતાની સાથે સંસ્કારો સંસ્કૃતિ સભ્યતા અને સાદગી ના ગુણો હંમેશા પોતાની સાથે રાખે છે. આ વિડીયો હાલમાં તો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *