લંડનમાં લાખોની નોકરી મૂકીને, પોરબંદર વતનમાં ખેતી શરૂ કરી, વિદેશમાં ઍર હોસ્ટેસનું કામ કરતી આજે તેની પત્ની હવે ભેંસ દોહે છે
હાલ વિદેશમાં જવાનો ટ્રેડ ખૂબ ચાલી રહ્યો છે થોડા સમયમાં જ વિદ્યાર્થી અને અન્ય લોકો વિદેશમાં જવાનો ખૂબ મોટો ટ્રેડ ચાલી રહ્યો છે સાથે લોકો હાલ વિદેશમાં જઈ પણ રહ્યા છે. તેવામાં એક એવી ઘટના સામે આવી છે જે જોઈને તમે પણ કહેશો વાહ શું વાત છે ત્યારે આ વાતની વધારે વાત કરીએ તો પોરબંદરના બેરણ ગામનું એક કપલ વિદેશમાં રહેતું હતું અને તે પોતાના જીવનમાં ખૂબ સારી જીવન જીવતા હતા અને તે છોડીને તે પોતાના ગામમાં પાછા આવી ગયા.
તે કપલનું માનવું છે કે આ દોડધામની જિંદગીમાં તેના કરતાં કુદરતી વાતાવરણ અને સાદો ખોરાક લઇને ગામડામાં જીવન જીવીએ. આજના સમય પર વિદેશમાં ફરવા માટે લોકો ખૂબ જઈ રહ્યા છે અને ત્યાંના રહેવા માટેનો ખૂબ શોખ ચડ્યો છે ત્યારે પોરબંદરના કપલ વિદેશમાં રહેતા હતા તે છોડીને તે ગામડામાં આવી પહોંચ્યા છે.
ત્યારે આ કપલ ગામડે આવીને કુદરતી વાતાવર અને સાદો ખોરાક લઈને પોતાનો જીવન ચલાવી રહ્યા છે સાથે સાથે તે આ કપલ ગાય ભેંસો નું ચોખ્ખું દૂધ તેમજ અન્ય શાકભાજી જેવા તાજા ફળો ખાઈને પોતાનું શાંતિથી જીવન જીવી રહ્યા છે.
રામદેવભાઈ ખુંટી અને તેમના પત્ની ભારતીબેન 2010માં ઈંગ્લેન્ડ ગયા તે પહેલા તેઓ ખેડૂતો અને પશુપાલકો હતા. ત્યાં રહેતા રામદેવભાઈએ ઈન્ટરનેશનલ ટુરિઝમ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવી હતી જ્યારે તેમની પત્નીએ લંડન એરપોર્ટ પર એર હોસ્ટેસની તાલીમ લીધી હતી. જો કે, રામદેવભાઈના પિતાની બગડતી તબિયતને કારણે, દંપતીએ 2018 માં તેમના વતન પરત ફરવાનું નક્કી કર્યું અને ખેતી કરવાનું શરૂ કર્યું.
તેઓ ખેતીમાં અનુભવી ન હોવા છતાં, તેઓ જલ્દી ખેતી કામ શીખી લીધું અને હવે દિવસમાં બે વખત છ ભેંસોનું દૂધ આપે છે.