શરૂ ડાયરામાં મશહુર લોક ગાયક કીર્તીદાન ગઢવી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા..! મણિધર બાપુએ આસું લુછ્યા…જાણો શું હતું કારણ
ગુજરાતમાં એક પણ વ્યક્તિ એવો નહીં હોય જે કિર્તીદાન ગઢવી ને ઓળખતો ન હોય. કિર્તીદાન ગઢવીને ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે તેને લોકો ઓળખે છે. જ્યાં જ્યાં ગુજરાતી વસવાટ કરે છે ત્યાં કિર્તીદાન ડાયરા કરે છે. હાલ કિર્તીદાન ગઢવી ને લોકો ડાયરાકિંગ ના નામથી ઓળખે છે. તેના ડાયરા લોકોને એટલા બધા પસંદ આવી ગયા છે કે લોકો જોવા પડાપડી કરવા લાગ્યા છે.
હાલ કિર્તીદાન ગઢવી નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે રડી પડ્યા હતા. અમે તેનું કારણ પણ જણાવશું. કચ્છ જિલ્લામાં આવેલ ભચાઉ તાલુકામાં શ્રીરામ પારાયણ નિમિત્તે એક ભવ્ય ડાયરાનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કલાકાર તરીકે માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
એવામાં ભીખુદાન ગઢવીએ રંગત જમાવ્યું અને ત્યાં એક એવો પ્રસંગ યાદ કર્યો જેથી કિર્તીદાન ગઢવી ને આંખોમાં આંસુ આવી ગયા. ભીખુદાન એ શ્રીરામ અને માતા કઈ કઈ નાયક સંવાદ વિશે વાત કરી હતી. જે સાંભળીને વચ્ચે બેઠેલ કિર્તીદાન પોતાનું રુદન રોકી ન શક્યા અને રડી પડ્યા.
ભીખુદાને પહેલાં કઈ કઈ નું દુઃખ વર્ણવતા સાંભળીને કિર્તીદાન ભાવુક થયા હતા. તેણે આંસુ પણ લુછી દીધા પછી સંવાદ આગળ વધારતા કિર્તીદાન થી કંટ્રોલ ન રહ્યો અને રુદન કરવા લાગ્યા. એવામાં તેને રોતા જોઈ મોગલ ધામના મહંત તેને ખોળામાં લઈને શાંત કરવા આવે છે અને હાથેથી પાણી પીવડાવે છે.
આ પ્રસંગ બાદ ભીખુદાન ગઢવી ભજનોની શરૂઆત કરી જેથી કિર્તીદાન સહીત તમામ લોકો ભીખુદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા. મિત્રો તમને જણાવી દઈએ કિર્તીદાન ગઢવી નો જન્મ સુરેન્દ્રનગરમાં થયો હતો. બાળપણથી જ કિર્તીદાન ગઢવી ગાવાના ખૂબ જ શોખીન હતા અને પોતાના જીવનમાં સતત સંઘર્ષ કરીને આ જગ્યા પર પહોંચ્યા છે.