અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું કાર્ય 70% થયું પૂર્ણ… જુઓ મંદિરનો ભવ્ય નજારો
આપણે સૌ જાણીએ છીએ હવે જેની અંદર ભગવાન શ્રી રામનું ખૂબ જ મોટું દિવ્ય મંદિરનું નિર્માણ અત્યારે ચાલી રહ્યું છે. ભગવાન શ્રીરામના આ મંદિરનું કામ લગભગ 70 ટકા પૂરું થઈ ગયું છે. ખાસ વાતો એ છે કે પહેલા મારા મંદિર નું નિર્માણ કાર્ય 2023 ની અંદર પૂરું થઈ જશે અને 2024 ના રોજ મકરસંક્રાંતિના દિવસે ભગવાન શ્રીરામ મંદિરની અંદર બિરાજમાન હશે. આ દિવસથી મંદિર ભક્તો માટે ખોલી નાખવામાં આવશે. ભક્તો ભગવાન શ્રીરામ ની પૂજા કરી શકશે.
લાખો રામ ભક્તો ભગવાન શ્રીરામની પૂજા કરવા માટે અયોધ્યા આવી રહ્યા છે અને શ્રીરામના નિર્માણ કાર્યને પણ નિહાળી રહ્યા છે. અયોધ્યાની અંદર બની રહેલા મંદિરની અંદર દેવી-દેવતાઓના મંદિર પણ બનાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ મંદિરનું અત્યારે 70% કામ પૂરું થઈ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે પહેલેથી જ નક્કી કર્યું હતું કે ભગવાન સૂર્ય તેમજ ભગવાન શંકર ભગવાન ગણેશ હનુમાનજી તેમજ અન્નપૂર્ણા માતાનું મંદિર પણ અયોધ્યા મંદિર ની અંદર બનાવવામાં આવશે.
સાથે સાથે મહર્ષિ અગત્ય તેમ જ મહર્ષિ વિશ્વામિત્ર તેમજ મહર્ષિ વિશિષ્ટ અને માતા શબરી વગેરેના મંદિર પણ દક્ષિણ છેડે બનાવવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ આ મંદિર ખૂબ જ સુપ્રસિદ્ધ છે. ફોટામાં તમે જોઈ શકો છો આ મંદિરનું કામ અત્યારે ખૂબ જ જોરદાર રીતે ચાલી રહ્યું છે. ભગવાન શ્રીરામના મંદિરમાં વનરાજ સુગ્રીવને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભક્તો હવે ભગવાન શ્રીરામ ભૂમિ પર વાનરડા સુગરીના દર્શન પણ કરી શકશે.
આ મંદિરની અંદર ગર્ભ ગૃહ નો આકાર પણ હવે અયોધ્યાની અંદર શ્રીરામ મંદિરનો દિવ્ય અને ભવ્ય સ્વરૂપે દેખાઈ રહ્યો છે. ભગવાન શ્રીરામનો આ મંદિર ત્રણ માળનો બનશે પહેલા માલની ઊંચાઈ 20 ફૂટ જેટલી હશે. આખા મંદિરની વાત કરીએ તો તેની પહોળાઈ 255 ફૂટ અને મંદિરની લંબાઈ 350 ફૂટ હશે. આ મંદિરની અંદર 392 મંદિરના સ્તંભ હશે અને અત્યારે હાલ દરેક સંભોને જોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
સમગ્ર મંદિરની જાણકારી સામે આવી છે કે ભગવાન શ્રીરામ નું મંદિર હવે દિવ્ય સ્વરૂપ લેવા જઈ રહ્યું છે. આસામના આકાર નિર્માણ કર્યા બાદ મંદિરનો આકાર સ્પષ્ટપણે દેખાય છે. આ દરેક પથ્થર મૂકીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગર્ભા ધ્રુવ ની આસપાસ પણ લગભગ ૮૦૦ મીટરની ત્રિજ્યા વાળી દિવાલ બનાવવામાં આવશે. જેમાં માતા અન્નપૂર્ણા અને ભગવાન શંકર સાથે બજરંગ બલી સહિત અનેક મંદિરો સંકળાયેલા હશે. કહી શકે કે શ્રીરામનું જીવન નિર્માણ થશે.
ભારતી માહિતી અનુસાર ડિસેમ્બર 23 સુધી ભગવાન શ્રીરામ નો ગરબો તૈયાર થઈ જશે. 2024 માં મકરસંક્રાંતિના દિવસે આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મંદિરનું કામ 30 વર્ષ પહેલા આર્કિટેક ચંદ્રકાન્ત સોમાપુર ને સોંપવામાં આવ્યું હતું.