કેવી રીતે સવજીભાઈ ધોળકિયા 169 રૂપિયાના પગાર થી 7 હજાર કરોડની કંપની ઊભી કરી – જાણો સફર કહાની
દરેક વ્યક્તિ જાણે છે કે ગુજરાતનું સુરત શહેર હીરા ઉદ્યોગ માટે ખૂબ પ્રખ્યાત છે. જ્યાં સુરતની અંદર કરોડો રૂપિયાના હીરાનો વહીવટ જોવા મળી રહ્યો છે. જ્યાં સુરતમાં એક જ સફળ વ્યક્તિનું નામ સવજીભાઈ ધોળકિયા છે. સુરત શહેરના સફળ હીરા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા કે જેમણે પોતાના જીવનમાં સંઘર્ષ કરીને આજે હીરાની દુનિયામાં અનોખું સ્થાન મેળવ્યું છે. આજે આપણે તેમની સંઘર્ષ યાત્રા પર એક નજર કરીએ.
મિત્રો સવજી ભાઈ ની સંઘર્ષ યાત્રા આજના તમામ નવયુવાનો માટે પ્રેરણારૂપ છે. સવજી ભાઈ સમગ્ર લોકો ના દિલ માં સવજી કાકા ના નામ તરીકે ની છાપ ઉભી કરી છે. તેઓ અમરેલી ના દુધાળા ગામ ના રહેવાસી છે પરંતુ જીવન માં સફળ થવાના સપના ને લઇ ને તેઓ 1977 માં પોતા ના ગામ થી માત્ર 12.50 રૂપિયા ની ટિકિટ ખરીદી સુરત શહેર માં આવ્યા હતા. જ્યાં તેઓ એ વર્ષ 1978 માં પોતા ની હીરા તરીકે ની શરુઆત કરી હતી. જ્યાં તેમને 169 રૂપિયા ના પગાર થી શરુઆત કરી પરંતુ પોતાના સપનાને પહોંચી વળવા માટે આટલું કામ પર્યાપ્ત ન હતું. તેથી તેઓ એ 1980 માં પોતાના પિતા એ આપેલા પૈસા થી પોતા નું કારખાનું શરૂ કર્યું. જ્યારે વધુ પૈસા ની જરૂર પડતા તેને બીજા પાસે થી 1 લાખ રૂપિયા વ્યાજે લઈ મોટા પ્રમાણમાં કારખાનું કરવાનું નક્કી કર્યું.
તેમને પોતા ના આકરા સંઘર્ષ થી બે ઘંટી શરૂ કરી જેથી તેમાં થી તેણે 25000 રૂપિયા ની કમાણી કરી બાદ તેને પોતાને રહેવા માટે વરાછા રોડ પર આવેલ ઘનશ્યામ નગર માં 35000 રૂપિયા માં મકાન ખરીધુ. ત્યાર બાદ સાવજીભાઈ એ પોતાના સપનાને નવો આકાર આપી પોતાના જીવન માં એક નવા લક્ષ્ય તરફ પોતા ના પગલાં માંડ્યા. તેથી 1 લાખ વ્યાજે લઈ ફરીવાર નવા કારખાના ની શરુઆત કરી આ વખતે તેણે સૌ પ્રથમ કરેલા કારખાના ના અનુભવ થી મોટી શરુઆત કરી હતી. સવજીભાઈ એ પોતાના જીવન માં સફળ બનવા માટે ખૂબ સંઘર્ષ કર્યા હતા. તેને જીવન માં આવતા તમામ પડકારોનો સામનો કર્યો હતો અને તેમાં થી સફળ થવાનો રસ્તો બનાવ્યો હતો. તેને કારખાના માં સતત 10 વર્ષ સુધી 18 કલાક મહેનત કરી પોતા ની જાતને સફળ કરી હતી.
આ આકરી મહેનત થકી તેણે ધીરે ધીરે પોતા ની ઘંટીઓ માં વધારો કર્યો. ત્યારબાદ રફ ખરીદી માટે વિદેશ માં પણ પોતા ના પગલાં માંડ્યા હતા. તેથી તેને વિદેશ માંથી સીધી રફ લાવી ને તૈયાર હીરા વેચવાનું શરૂ કર્યું. આ જ રીતે તેને લોકો ના દિલ માં એક અનોખું સ્થાન મેળવ્યું છે. સવજીભાઈ એ પોતા ની મહેનત થી માત્ર ભારત માં જ નહીં પણ વિદેશ માં પણ એક અનોખું સ્થાન મેળવ્યું છે. આ બધી સફળતા માત્ર ને માત્ર તેના સંઘર્ષ થકી જ સાકાર બની હતી. 15 વર્ષ ની આકરી મહેનત બાદ તેઓ એ હરિકૃષ્ણ એક્સપર્ટ ની સ્થાપના કરી હતી. માત્ર 169 ના પગાર થી શરૂ કરેલી શરુઆત આજે 7 હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે. જ્યારે તેઓ સુરત આવ્યા ત્યારે માત્ર એક જ વ્યકિત હતા.પરંતુ આજે માત્ર તેમની કંપની માં 6500 કર્મચારી કામ કરી રહ્યા છે. કર્મચારીનો કામ પ્રત્યે નો ઉત્સાહ થતા હિંમત આપવા માટે દર વર્ષ કાર જ્વેલરી તથા અન્ય બોનસ કે ભેટ આપી ખુશ કરે છે.
તેઓ પોતા ના કર્મચારી ને તેમના પરિવાર નો એક ભાગ જ માને છે તેમને હંમેશા સાથે રાખી ખૂબ પ્રેમ કરે છે. આ જ એક સફળ વ્યક્તિ નો ગુણ છે. તેમની સાથે સાથે પોતા ની કંપની માં કામ કરતા દરેક કર્મચારી ના માતા પિતા ને ચાર ધામ ની યાત્રા કરવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તેઓ 50 કરતા વધારે દેશો માં પોતાના હીરા એક્સપર્ટ કરે છે. સવજીભાઈ આટલા સફળ વ્યક્તિ થઈ ગયા હોવા છતાં પોતા ના વતન ને ક્યારેય ભૂલ્યા નથી. તેમના ગામ માં ઉત્તમ સુવિધા ની સગવડ કરી આપી હતી તથા તેમના ગામ માં ભવ્ય રીતે તેમનું સ્વાગત પણ કરવા માં આવ્યું હતું. તેમની પાસે બાળપણ માં નાટક ની ટિકિટ ના પૈસા ન હતા આજે તે આટલા સફળ વ્યક્તિ થયા છતાં પોતા ના વતન પ્રત્યે નો પ્રેમ અતૂટ અને અખૂટ છે. સવજી ભાઈ હંમેશા યુવાનો ના સેમિનાર નું આયોજન કરી તેમને પૂરતું માર્ગદર્શન પૂરું પાડે છે. તેથી આજે કેટલાય યુવાનો સવજીભાઈ ને પોતા ના માર્ગદર્શક માને છે ખરેખર આવા સફળ વ્યક્તિ ને કારણે જ આજે પણ સુરત નું હીરાઉધોગ હરણફાળ ભરી રહ્યું છે તેની સાથે સાથે સાવજીભાઈ ની આ સંઘર્ષયાત્રા લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે.