રાજકોટમાં 2 સગા ભાઈ સામે સામે પલોંઠી વાળીને બેઠા અને મોતને વ્હાલું કર્યું…કારણ સાંભળીને ચોકી જશો
હાલના સમયમાં ગુજરાતમાંથી અવારનવાર હત્યા અને આત્મહત્યા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર યુવાનો ખરાબ પરિણામને કારણે અથવા ઘણીવાર કોઈ પ્રેમમાં નાસીપાસ થઈ જવાને કારણે અથવા કોઈ આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા કરતા જોવા મળે છે
ત્યારે હાલમાં જ રાજકોટ શહેરમાંથી આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મળતી માહિતી અનુસાર બે સગા ભાઈઓએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ માં બનાદાસ ટ્રેડિંગ નામની અનાજ કર્યાની હોલસેલ ની દુકાન માં બે ભાઈઓએ ઝેરી દવા પી સજોડે આપઘાત કરી લેતા પરિવારોના માથે આભ તૂટી પડ્યું છે. પ્રાથમિક તપાસ અનુસાર આત્મહત્યાનું કારણ આર્થિક સંક્રમણ આવી રહ્યું છે.
ઘટના વિશે જો વિગતમાં જાણીએ તો રાજકોટ મોરબી હાઇવે પર 8 માર્ચ મંગળવારના રોજ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે બનાદા પેઢીની ઓફિસમાં બે સગા ભાઈઓ જેમનું નામ વિપુલ સૂચક અને યતિન સૂચક એ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. વધુ તપાસ કરતા જાણવામાં આવ્યું છે કે બંને કપાસમાં નાખવાની મોનાકોટા નામની ઝેરી દવા પી લેતા સ્થળ પર જ બંનેનું મૃત્યુ થયું હતું.
આ ઘટનામાં વધુ તપાસ કરતા એક સંબંધીના કહેવા અનુસાર પરિવારમાં પૈસાને લઈને કોઈ પ્રકારની ચિંતા નહોતી અને છતાં પણ આવું પગલું તેઓએ કેમ ભર્યું તે કોઈની સમજમાં આવતું નથી. મૃતક યતીન તેઓ મોટાભાઈ હતા અને નાના ભાઈનું નામ વિપુલ હતું. જ્યારે યતીન મેડિકલ સ્ટોર ધરાવતા હતા અને વિપુલ ટ્રેડિંગ નામની પેટી સંચાલન કરતા હતા.
આ ઘટનાની જાણ પરિવારને થતા પરિવારમાં શોક નું મોજુ ફરી વળ્યું હતું અને મીડિયાના અનુસાર લાસ્ટ જે સ્થિતિમાં મળી હતી તે મુજબ બંને ભાઈઓએ સામે સામે બેસીને પલાઠી વાળીને દવા ગટગટાવી લીધી હતી અને તેની સાથે પાણીની એક બોટલ પણ પીધી હતી.