લગ્નમાં વરસાદ આવતા જાનૈયાઓએ એવો જુગાડ કર્યો કે, વીડિયો જોઈને તમે પણ હસી પડશો
હાલમાં તો સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો વધી ગયો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર રમુજી વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં લગ્નની સીઝન ચાલી રહે છે અને તમે લગ્નના પણ ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર જોયા હશે.
ત્યારે હાલમાં વાઇરલ થયેલા આ વિડીયોમાં વર અને કન્યા પોતાના હાથમાં છત્રી લઈને ઉભેલા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત, જાનૈયાઓ વરસાદથી બચવા માટે પોતાના ઉપર તાડપત્રી ઢાંકીને ઉભેલા છે. આ દ્રશ્ય જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વર પક્ષના અને કન્યા પક્ષના લોકો વરસાદથી બચવા માટે તાડપત્રી ઓઢીને ઊભા છે. જ્યારે વર અને કન્યા વરસાદથી બચવા માટે છત્રી લઈને ઉભેલા છે.
ત્યાં હાજર એક વ્યક્તિ આ તમામ લોકોનો વિડીયો ઉતારી રહ્યો છે. વાયરલ થઈ રહેલ આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જેથી અમારી વેબસાઈટ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતો નથી.
જણાવી દઈએ કે, વાયરલ થયેલો આ વિડીયો instagram પર the.wanderingmahesh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.