સોનાની ચેન ખોવાઈ જતા યુવકે રાખી માં મોગલની માનતા, કલાકમાં જ મળી ગઈ ખોવાયેલી ચેન
આપણે બધા જાણીએ જ છીએ કે, માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાનો અનુભવ થાય છે. કહેવાય છે કે, માં મોગલ તો દયાળી છે તેમને યાદ કરતા જ માં મોગલ ભક્તોની મદદ માટે પરચા પુરે છે. આજ સુધી માં મોગલે ઘણા ભક્તોના દુઃખ દૂર કર્યા છે અને ભક્તો પણ માં મોગલ પર એટલી જ આસ્થા અને શ્રદ્ધા રાખે છે.
ત્યારે હાલ મહેસાણામાં રહેતા ચંદુભાઈ માં મોગલના પરમ ભક્ત હતા. તેઓ માં મોગલની ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી પૂજા કરતા હતા. આશરે 1 મહિના પહેલા તેઓ એક લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે તેમની સોનાની ચેન ખોવાઈ ગઈ હતી. ત્યારે આ ચંદુભાઈએ એક મહિના સુધી તેમની સોનાની ચેન શોધી છતાં મળી નહીં.
ત્યારે તેમણે કચ્છમાં આવેલા કબરાઉ ધામવાળી માં મોગલને પ્રાર્થના કરી કે જો તેની સોનાની ચેન મળી જશે તો તે દર્શન કરવા જશે. કહેવાય છે ને કે, માં મોગલના નામ લેવાથી જ ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેવી જ રીતે આ ચંદુભાઈએ માં મોગલની માનતા રાખી હતી અને તેમની સોનાની માનતા રાખી હતી. જેથી માત્ર એક જ કલાકમાં ચંદુભાઈની ચેન મળી ગઈ અને તેઓ તરત જ માતાના દર્શન કરવા માટે કબરાઉ ધામ પહોંચી ગયા હતા.
આપણે સૌ જાણીએ જ છીએ કે, કબરાઉ ધામમાં માં મોગલના ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. ત્યારે આ ભક્તોને મણીધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે અહીં આવતા દરેક ભક્તના દુઃખ પણ દૂર થાય છે અને માનેલી માનતા પણ પૂર્ણ થાય છે અને આવૈ જ રીતે આજ દિવસ સુધી માં મોગલે કેટલાય ભક્તોને પરચા આપ્યા છે.
એક મહિલાને ગોઠણનો ખૂબ જ દુ:ખાવો થતો હતો. તેણે હજારો રૂપિયાની દવા કરાવી છતાં દુ:ખાવો સારો ન થતા માતાની માનતા માની હતી અને તેની સમસ્યા દૂર થઈ ગઈ હતી. કહેવાય છે ને કે, જ્યારે દવા કામ ન લાગે ત્યારે દુઆ કામ લાગે છે.