સુરત: હીરાના વેપારીઓએ એવું સોના-ચાંદી અને 5000 હીરા જડિત રામમંદિર નેકલેસ બનાવ્યું કે… જોઈને તમે પણ ચોંકી ઊઠશો
તમામ ભારતવાસીઓનો હવે આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે થોડા સમય પછી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને હવે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અયોધ્યામાં પધારવા જઈ રહ્યા છે ત્યારે દરેક ભારતવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સમગ્ર દેશભરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે જાણે ભારત દેશમાં બીજી દિવાળી આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
જેમાં અનેક ભક્તો પોતાની ભેટ રામ મંદિરમાં આપવા જઈ રહ્યા છે. તેમાં પણ ગુજરાતની અંદર રામ ભક્તો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતમાંથી હીરા વેપારીઓએ રામ મંદિરની તર્જ પર એ ખૂબ જ સુંદર નેકલેસ નું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત જ્વેલર્સ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવેલા અનોખા રામ મંદિરને નેકલેસ તૈયાર કરવા માટે 40 જેટલા કારીગરો એ 30 દિવસ સુધી દિવસ રાત મહેનત કરી હતી.
આ નેકલેસમાં આખો રામ દરબાર તૈયાર કરવામાં આવ્યો છે તેથી જ તે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આ નેકલેસ માં સૌથી મહત્વની વાત એ છે કે આખા હારમાં રામાયણના અનેક અધ્યાયો તથા વાર્તાઓ કંડારવામાં આવી છે. આ અનોખી કળા કૌશલ્ય નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે જોઈને લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે તથા જય શ્રી રામના નારા કમેન્ટ્સ માં લગાવી રહ્યા છે. આ હારને બનાવવા માટે સોનુ ચાંદી અને 5,000 અમેરિકન ડાયમંડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ અદભુત નેકલેસને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ પણ આપવામાં આવશે જેથી કરીને સદીઓ સુધી આ પેટને લોકો યાદ રાખી શકે. આ ઉપરાંત તેમાં ભગવાન રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજીની મૂર્તિ પણ બનાવવામાં આવી છે. આ અનોખા નેકલેસને સરસાના ડોન ખાતે એક્ઝિબિશનમાં પણ મૂકવામાં આવ્યો હતો. જેથી કરીને લોકો તેમને નિહાળી શકે. આ નેકલેસને ત્રણ હીરા વેપારીઓ દ્વારા બનાવવામાં આવ્યો છે. તેની સાથે સાથે રામ દરબાર પણ તૈયાર કરવામાં આવ્યો છે. આની સિવાય અયોધ્યામાં રામ ભક્તો ઘણી બધી ભેટો આપવા જઈ રહ્યા છે જે સદીઓ સુધી નહીં ભૂલી શકાય.