ટેલેન્ટ તો જુઓ…! આ યુવકે 314 ચોખાના દાણા પર લખી આખી હનુમાન ચાલીસા, અહી ક્લિક કરી જુઓ તસવીરો
આપણા દેશના લાખો યુવાનો પોતાની કળા અને આવડતથી પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. તેઓ પોતાની કળા અને આવડત વડે કામ કરી પોતાના ક્ષેત્રમાં આગળ વધી દેશ દુનિયામાં પોતાનું નામ રોશન કરે છે. આવા જ એક કળા અને આવડતથી એક યુવકે પોતાની કળા કૌશલ્ય વ્યક્ત કરી છે. આ યુવક હનુમાનદાદા નો ખૂબ જ મોટો ભક્ત છે. તેને ચોખાના દાણા પર હનુમાનદાદા ની હનુમાન ચાલીસા લખી હતી.
આ કળા જોઈને સૌ લોકો ચોકી ગયા હતા. આ યુવક ઉમરાળા તાલુકાનું અલમપર ગામનો રહેવાસી છે કે જેનું નામ લગધીરસિંહ છે. યુવકે લાલ પેનની મદદથી 314 ચોખાના દાણા પર આખી હનુમાન ચાલીસા વ્યવસ્થિત રીતે લખી હતી, આ વાત સાંભળીને તેના પરિવારજનો તથા તેના મિત્રો પણ ચોકી ગયા હતા. આ હનુમાન ચાલીસા લખવા માટે તેને અઢી દિવસનો સમય લાગ્યો હતો.
યુવકના આવા ટેલેન્ટ બદલ અનેક જગ્યાએથી તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. લગધીરસિંહ કોઈપણ જાતના બિલોરી કાચ વગર માત્ર પેનથી જ અઢી દિવસમાં ૩૧૪ ચોખા ના દાણા ઉપર હનુમાન ચાલીસા લખી એક રેકોર્ડ નું સર્જન કર્યું હતું. આ અનોખી કળા તથા કૌશલ્ય માટે તેને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો તથા તેનું નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયો હતો.
આ યુવક નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં અત્યાર સુધી લોકોએ ઘણી લાયક તથા કમેન્ટ કરી આ કળા ના વખાણ કર્યા છે. આ યુવક દાદા ના દર્શન લેવા માટે સાળંગપુર ધામ પહોંચ્યો હતો. જ્યાં તેને દાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યાંના સેવક સંતો દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.