ભુરીયા મેક્સિકન કપલએ હિન્દુ રીત રિવાજ થી ભરૂચ માં મહાદેવ મંદિર માં કર્યા લગ્ન!! પીઠી રસમ થી લઇ વિદાય સુધી ની તમામ હિન્દુ રીતિ રિવાજ થી લગ્ન કર્યા
હાલમાં ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે અનેક લોકો આ પવિત્ર લગ્નજીવનના બંધનમાં જોડાતા હોય છે. ત્યારે અમુક લોકો વિદેશી દુલ્હા કે દુલ્હન સાથે લગ્નજીવનમાં જોડાતા હોય છે. આ ભારતમાં આવીને હિંદુ સંસ્કૃતિથી આ પવિત્ર લગ્નજીવનમાં જોડાતા હોય છે.
ત્યારે હાલમાં જ વિદેશથી આવેલા એક દંપતીએ ભરૂચ ની અંદર હિન્દુ રીતિ રિવાજ થી બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેમના લગ્નની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આથી લોકો તેમના અલગ અલગ પ્રતિસાદો આપી રહ્યા છે. હિન્દુ રીત રિવાજથી લગ્ન કર્યા હોવાથી લોકો ચારે કોર વાહ વાહ કરી રહ્યા છે. આજના સમયમાં ભારતીય લોકો વિદેશના રીતરિવાજો અપનાવવા પાછળ પડ્યા છે. તેવામાં આ હિન્દુ રીતરિવાજ ના લગ્ન કરીને આ દંપત્તિએ એક અલગ લોકોને સંદેશ આપ્યો છે.
આ અનોખા લગ્નની જો વાત કરીએ તો આ લગ્ન રોટલી ક્લબ ભરૂચ નર્મદા નગરી ડીસ્ટ્રીક્ટ 3060 ના રોટરી ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત યોજાયા હતા. તેમાં એક મેક્સિકન યુગલ આ લગ્નજીવનના બંધનમાં જોડાયો હતો. . આ લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા આથી લોકો પણ ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા. તેની સાથે જ આસપાસના લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા.
મૂળ મેક્સિકન કપલ ભારતીય સંસ્કૃતિ જોવા માટે ભરૂચ પ્રવાસ પર આવેલા હતા તે ભારતીય સંસ્કૃતિ જોઈને ખૂબ મોહિત થઈ ગયા હતા. આ સંસ્કૃતિના રીત રિવાજ જોઈને તેમને પણ હિન્દુ પરંપરા અનુસાર લગ્ન કરવાની ઈચ્છા ધરાવી હતી. ત્યારબાદ તેઓ રોટરી ક્લબ ભરૂચ દ્વારા ભરૂચમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં અગ્નિની સાક્ષી આ પવિત્ર બંધનમાં જોડાયા હતા. આ લગ્નમાં તમામ હિન્દુ રીત રિવાજ અનુસાર કાર્યક્રમો થયા હતા.
જેમકે ગણેશ સ્થાપના પીઠી અને મહેંદી જેવી તમામ વિધિઓ કરવામાં આવી હતી. આબાદ પોશાક પણ ભારતીય રીત રિવાજ અનુસાર જ પહેરવામાં આવ્યો હતો અને આ પોશાકમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. એરિકા એ પણ દુલ્હનની જેમ જ લગ્નનું પાનેતર પહેર્યું હતું. ત્યારબાદ તમામ રસમો પણ હિન્દુ રીત રિવાજ અનુસાર યોજવામાં આવી હતી. આ લગ્નથી બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા સાથે સાથે તેઓ ભારતીય સંસ્કૃતિની પણ ખૂબ જ પ્રશંસા કરી રહ્યા હતા. તેમના પરિવારજનો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા.