કિંજલ દવેએ તેના પિતા સાથે ક્લિક કરાવી ખુબ જ ક્યૂટ તસવીરો…સોશિયલ મીડિયા પર થઇ રહી છે વાઇરલ
કિંજલ દવે એક લોકપ્રિય ગુજરાતી ગાયિકા છે જેના સુરીલા અવાજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત અને વિદેશમાં પણ લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. ગુજરાતની કોકિલકંઠી તરીકે જાણીતી તેમજ વિશાળ જનમેદનીને આકર્ષે તેવા તેના ઉત્સાહી જીવંત પ્રદર્શન માટે પ્રખ્યાત છે.
કિંજલ દવેએ તેના પિતા સાથેની કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયા શેર કરી છે. કિંજલ દવેની લાઈફ સ્ટાઈલ ની વાત કરીએ તો કિંજલ દવે પોતાના ઉપર ખૂબ જ ખર્ચો કરે છે. જ્યારે Kinjal Dave પોતાના એકાઉન્ટથી વિવિધ પ્રકારના વિડીયો અને પોસ્ટ શેર કરજો જોવા મળી રહી હોય છે.કિંજલ દવેનું ગુજરાતમાં નહીં પણ દેશ-વિદેશોમાં આટલું મોટું નામ છે જે સાંભળીને લોકો તેની અવાજના ખૂબ જ વખાણ કરતા જોવા મળતા હોય છે.
તાજેતરમાં કિંજલની પવન જોશી સાથેની સગાઈ તોડી હોવાના સમાચારે તેના ચાહકોને ચોંકાવી દીધા છે. આ દંપતીની સગાઈ પાંચ વર્ષથી થઈ હતી અને તેમનો સંબંધ બાળપણની મિત્રતા પર આધારિત હતો. સાટા ની પદ્ધતિ મુજબ, તેમની સગાઈ પાંચ વર્ષ પહેલા નક્કી થઈ ગઈ હતી, અને બધું બરાબર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. જો કે, કિંજલના ભાઈ આકાશની પવનની બહેન સાથેની સગાઈ બંધ થઈ ગઈ અને તેણે બીજા છોકરા સાથે કોર્ટ મેરેજ કર્યા ત્યારે અણધાર્યો વળાંક આવ્યો.
કિંજલ દવે અને પવનની સગાઈ સામાજીક રીત-રિવાજો પ્રમાણે કરવામાં આવી હતી તે જ રીતે આકાશની પણ સગાઈ સામાજીક રીતે કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં જ પરિવાર સાથે કિંજલ સગાઈ માટે ખરીદી પણ કરી રહી હતી જ્યારે ભાઈ આકાશે પણ ખરીદી કરી હતી.
આકાશ દવેની જ્યાં સગાઈ કરવામાં આવી છે તે ગામમાં કિંજલની પણ સગાઈ કરવામાં આવી છે. આ ગામનું નામ છે સરીયર જે પાટણ જિલ્લામાં આવેલું છે. આકાશ દવેની ફિયાન્સનું નામ જાગૃતિ છે અને તેને લાડમાં સોનું કહેવામાં આવે છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.