ગુજરાતના સોમનાથ મંદિર પહોંચી રવિના ટંડન અને તેની દીકરી માથું ઝુકાવી લીધા દાદાના આશીર્વાદ – જાણો કેટલા કરોડો રૂપિયાનું કર્યું દાન
બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે. જેના અનેક વિડીયો અને પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જે એક ચર્ચાનો વિષય બની જતો હોય છે. હાલમાં તો બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન પોતાની દીકરી આશા સાથે ગુજરાતમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં જઈ સોમનાથ દાદાના આશીર્વાદ કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ બંનેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા જેમાં અનેક લોકોએ ખૂબ લાઈક કરી કોમેન્ટ બોક્સમાં સોમનાથ મહાદેવના નારા લગાવ્યા હતા.
ઘણા લોકોએ હર હર મહાદેવ કહી કોમેન્ટ કરી હતી રવિના ટંડાને હાલમાં જ તમામ તસવીરો સોમનાથ મહાદેવની સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે. જ્યાં તેમણે આસપાસના સ્થળોની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ સોમનાથ મંદિર પાસે આવેલ દરિયા કિનારા પણ મજા માણી હતી instagram એકાઉન્ટમાં શેર કરેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે બંને સોમનાથ મહાદેવ મંદિર જોઈ ખૂબ જ ખુશ થયા હતા તથા સોમનાથ મંદિરના પણ ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આવું અદભુત અને આકર્ષક મંદિર અમે આજ સુધી જોયું નથી. આ મંદિરની તસવીરો માત્ર અમારા મગજમાં નહીં પરંતુ હૃદયમાં છપાઈ ગઈ છે અને સોમનાથ મહાદેવ આપણા સૌ લોકોની મનોકામના પૂર્ણ કરે તેવા આશીર્વાદ લીધા હતા.
આપ જોઈ શકો છો કે બંને લોકો સોમનાથ મહાદેવની ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. તેને કપાળ પર પણ તિલક કરેલું હતું સોમનાથ દાદાને દર્શન કરતા ની તસ્વીરો સોશિયલ મીડિયામાં તેના વિડીયો તથા તસવીરો તેના ચાહકો દ્વારા ખૂબ શેર કરવામાં આવી હતી. રવીના ટંડન અને તેની દીકરી હંમેશા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તેથી તેના ચાહકો તેમને હંમેશા પ્રેમ અને પૂરતો સાથ સહકાર આપે છે રવીના ટંડન અને તેની દીકરીને જોવા માટે સોમનાથ મંદિરમાં પણ તેના ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી તથા તેની સાથે તેણે ફોટા અને સેલ્ફી પણ પડાવ્યા હતા અને ચાહકોને ખુશ કરી દીધા હતા.
રવિના ટંડનને કેપ્શન માં લખ્યું કે ઓમ ત્રંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ બંધના મૃત્યુમુક્ત આમ લખી શ્લોક સાથે તેણે હર હર મહાદેવ પણ લખ્યું હતું. આ અભિનેત્રી હંમેશા મંદિરો ની મુલાકાત લેતી જોવા મળે છે. તેને થોડા સમય પહેલા જ ઉત્તરાખંડ સ્થિત કેદારનાથના મંદિરના દર્શન પણ કર્યા હતા. તેની સાથે સાથે રામેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવના દર્શન પણ કર્યા હતા. તેની તસવીરો પણ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. જેમાં તેના ચાહકોએ ખૂબ લાઈક કરી કોમેન્ટ પણ કરી હતી તથા હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. આપને જાણીને નવાઈ લાગશે કે રવીના ટંડન એ બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેથી જ કહી શકાય કે રવીના ટંડનને ભારતીય સંસ્કૃતિ અને તેના સંસ્કારો સાથે હંમેશા જોડાયેલી રહે છે.
તેથી તે આજે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે તેના અનેક ફિલ્મો પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી ચૂક્યા છે અને તેના ફિલ્મો લોકોને પણ ખૂબ જ પસંદ આવે છે તથા તેમાંથી અનેક પ્રકારની શીખ પણ મળે છે. તેથી જ રવિ ટંડનાયે આજના સમયમાં લોકપ્રિય અભિનેત્રી બની ચૂકી છે તથા તેને અનેક એવોર્ડ થી પણ નવાજવામાં આવી છે સોમનાથ મંદિરે ગુજરાતનું સૌથી પવિત્ર મંદિર છે.
જ્યાં ભગવાન શિવની આરાધના અને પૂજા કરવામાં આવે છે શિવરાત્રી તથા શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. સોમનાથ મહાદેવ એ બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે તે ગુજરાત ખાતે આવેલું છે તે દરેક ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે. સોમનાથ શબ્દનો અર્થ ચંદ્ર ભગવાનના ભગવાન એવો થાય છે. તેમના માથા પર ચંદ્ર હોવાથી આ મંદિરનું નામ સોમનાથ રાખવામાં આવ્યું છે. સોમનાથ મંદિરમાં અનેક ઇતિહાસો તથા પ્રાચીન વાતો જોડાયેલી છે આજ સ્થાન ની નજીક ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની લીલાનો અદ કર્યો હતો.
તેથી જ આ જગ્યા ને ખૂબ જ પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે અહીં લાખો ભક્તોની આસ્થા અને વિશ્વાસ જોડાયેલા છે. સોમનાથ મંદિર ખૂબ જ ભવ્ય અને આકર્ષક લાગે છે. શ્રીમદ ભાગવત સ્કંદ પુરાણ શિવપુરાણ અને ઋગ્વેદમાં પણ સોમનાથનો અનોખો મહિમા દર્શાવ્યો છે. આ મંદિરના ઇતિહાસની જો ટૂંકમાં વાત કરીએ તો આ મંદિરને મુસ્લિમ શાસકો દ્વારા લગભગ 17 વાર નાશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહમદ ગજની સાથે બે દિવસની લડાઈ બાદ 70000 બચાવ કરનાર હીરો શહીદ થયા હતા તથા મંદિરની તમામ સંપત્તિ પણ લૂંટી લીધી હતી.
એ પછી ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભ પટેલે ભારતીય સૈન્ય દ્વારા રાજ્યના સ્થિરતાના નિર્દેશન માટે ૧૨ નવેમ્બર 1947ના રોજ જુનાગઢ આવ્યા હતા અને ત્યારબાદ મંદિરને ફરીવાર નવનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેથી જ આજે આ મંદિર સાથે સાથે સરદાર પટેલનું પણ સન્માન કરવામાં આવે છે તથા તેને સોમનાથ મંદિરના ઇતિહાસ સાથે રાખવામાં આવે છે કારણ કે આ મંદિર બનાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલ નું ખૂબ મોટું યોગદાન અને સમર્પણ રહ્યું છે તેને ક્યારેય ભૂલી શકાશે નહીં.
હાલમાં તો આ પવિત્ર મંદિરમાં રવીના ટંડન અને તેની દીકરી જોવા મળી હતી અને તેણે દાદા સોમનાથના આશીર્વાદ લીધા હતા અને ચાહકોને પણ પ્રેમ આપ્યો હતો તથા તેની સાથે ઘણો બધો સમય પણ વિતાવ્યો હતો.