અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા પહેલા જ જોવા મળ્યા રામ સીતા અને લક્ષ્મણ તમે પણ જોઈને ખુશ થઈ જશો

આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. જેમાં લાંબા વર્ષો બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થશે અને લાખો ભક્તોની મનોકામના પૂર્ણ કરશે પરંતુ 22 જાન્યુઆરી 2024 પહેલા જ રામ સીતા અને લક્ષ્મણ પધાર્યા હતા. આપને પણ જાણીને નવાઈ લાગશે પરંતુ આ આ હકીકતમાં અયોધ્યામાં બન્યું છે કારણ કે રામાનંદ સાગરની રામાયણના રામ સીતા અને લક્ષ્મણ અયોધ્યા નગરીમાં પહોંચ્યા હતા. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જાણે એમ જ લાગી રહ્યું હતું કે સાક્ષાત રામ સીતા અને લક્ષ્મણ અયોધ્યામાં પધાર્યા હોય તેવી જ રીતે દરેક ભક્તો તેને જોવા માટે આતુર થયા હતા અને મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. કારણ કે રામાનંદ સાગરની રામાયણમાં તેણે એવો રોલ કર્યો હતો કે દરેક લોકોના દિલમાં તે સાચા રામ-સીતા અને લક્ષ્મણ હોય તે રીતે છપાઈ ગયા હતા. આજે પણ ઘણા લોકો તેને રામ સીતા અને લક્ષ્મણનો રૂપ જ માની રહ્યા છે ત્યારે તેમને અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ અયોધ્યા ખાતે પધાર્યા હતા. અરુણ ગોવિંદ દીપિકા ચીખલીયા અને સુનિલ લહેરીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં અનેક લોકોએ લાઈક કરી તેમાં કોમેન્ટ પણ કરી હતી અને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.

અયોધ્યામાં તેમને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેમના આશીર્વાદ પણ લીધા હતા કારણ કે તેઓ સૌ લોકો તેને રામ સીતા અને લક્ષ્મણ જ માની રહ્યા છે અને તેની મર્યાદા પણ આજે પણ એવી ને એવી જ છે આટલા મોટા ટીવી સેટના અભિનેતા અને અભિનેત્રી હોવા છતાં તે પોતાના સંસ્કારો સંસ્કૃતિ ક્યારેય પણ ભૂલ્યા નથી અને હંમેશા મર્યાદામાં જ રહે છે. તેથી જ આજે પણ આટલા લાંબા વર્ષ બાદ પણ તેને માન સન્માન મળી રહ્યું છે અને લોકો દ્વારા તેનો પ્રેમ ક્યારેય પણ ઓછો થયો નથી. સીતામાં એટલે કે દીપિકા ચીખલીયા સંપૂર્ણ સંસ્કૃતિ રીતરિવાજ અનુસાર જ પહેરવેશમાં જોવા મળ્યા હતા તે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

તેણે રામાયણમાં માસીતાનો ખૂબ સુંદર રીતે રોલ ભજવ્યો હતો જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો તેની સાથે સાથે અરુણ ગોહિલ અને સુનિલ લહેરી કુર્તા પાયજામા માં સંસ્કાર અને સંસ્કૃતિ ને લક્ષમાં રાખી જોવા મળ્યા હતા. એક યુઝર છે લખ્યું હતું કે અભિનેતા અને અભિનેત્રીઓ તો ઘણા છે પરંતુ જે આબેહૂબ તેનો રોલ કરે તેનું જ આવી રીતે સ્વાગત કરવામાં આવે છે અને આટલા વર્ષો પછી લોકો તેને યાદ રાખે છે અને આટલો પ્રેમ સન્માન આપે છે તો એક યુઝર્સ લખી રહ્યો છે કે આપના માટે કોઈ શબ્દો નથી બસ એટલું જ કહીશ કે જય શ્રી રામ અને ભગવાન શ્રીરામ આપને હંમેશા ખુશ અને સ્વસ્થ રાખે ભગવાન રામનો રોલ ભજવેલાઅરુણ ગોહિલ કહી રહ્યા છે કે આ માત્ર ભારતનું જ મંદિર નથી પરંતુ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું મંદિર એ વિશ્વ મંદિર તરીકે ભવિષ્યમાં ઓળખાશે અને અહીં દેશ-વિદેશથી લોકો ભગવાન શ્રીરામના આશીર્વાદ લેવા માટે આવશે.

આ મંદિર ખરેખર ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહ્યું છે. આવનારી 22 જાન્યુઆરીના રોજ માત્ર મંદિરોમાં જ નહીં પરંતુ દરેક લોકોના હૃદયમાં પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ બિરાજમાન થશે અને તમામ ભક્તોના દુઃખ હારી લેશે તેઓએ એ પણ કહ્યું કે આપણી સંસ્કૃતિ અને સંસ્કારો દિવસેને દિવસે લુપ્ત થતા જોવા મળે છે પરંતુ આ મંદિર સંસ્કાર અને સંસ્કૃતિથી ભરેલું છે. જેને કારણે ભારતીય સંસ્કૃતિનો પણ વિકાસ થશે અને સમગ્ર વિશ્વમાં તેનો ડંકો વાગશે આ મંદિર પરિવાર આપણી સંસ્કૃતિને મજબૂત અને શક્તિશાળી કરશે રામ મંદિર એ માત્ર ભારતવાસીઓનું જ નહીં પરંતુ સમગ્ર દુનિયાનું એક મૂળ છે. જે મૂળથી એક વૃક્ષનો વિકાસ થશે અને તે વૃક્ષ તમામ લોકોને છાયો આપશે તે આપણું ગૌરવ છે અને તે સૌ ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ લાંબા વર્ષના સંઘર્ષ બાદ પરિવાર પધારી રહ્યા છે.

આપણા સૌ માટે એક ઉત્સવ છે અને તમામ ભારતવાસીઓ દિવાળી અને નવા વર્ષની જેમ જ આ મહોત્સવને ઉજવશે તેની માટે ઠેર ઠેર ગલી મોહલ્લામાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે એને એ પણ કહ્યું કે આ મારી જિંદગીની સૌથી મોટી ઘટના છે જેની માટે હું ખૂબ જ ઉત્સુક છું મેં તેની કલ્પમાં પણ કરી નહોતી કે હું મારી નજરે રામ મંદિરને થતા જોઇશ અને તેના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ શકીશ પરંતુ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની કૃપાથી આજે આ મારું સ્વપ્ન સાકાર બન્યું છે અને હું ખૂબ ખૂબ આપ સૌ લોકોનો આભાર માનું છું હું આ ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યો છું તે મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે.

અહીં આવતા સૌ લોકો ખૂબ જ ભાગ્યશાળી છે કે પોતાની નજરેથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું સ્વાગત કરશે અને તે નિજ મંદિરમાં બિરાજમાન થશે હાલમાં તો રામ સીતા અને લક્ષ્મણની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જે એક ચર્ચાનો વિષય બની છે અને આટલા વર્ષો બાદ આ ત્રણેય પાત્રોને. ફરીવાર જોતા સૌ લોકો ખૂબ જ ખુશ થયા હતા તેમની સાથે સેલ્ફી અને ફોટા પણ પડાવ્યા હતા. આ ત્રણે પાત્રોને આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મળી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *