UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રામકથાકાર મોરારીબાપુની અયોધ્યામાં થઈ અનોખી મુલાકાત – જુઓ તેની તસવીરો
સૌ ભારતવાસીઓનો આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે લાંબા વર્ષોના રાહ જોયા બાદ અયોધ્યા માં ખૂબ જ ભવ્ય રીતે ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે કારણ કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યાના નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે.
આ આ સમયની ભારતવાસીઓ કેટલાય વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમાં દેશ-વિદેશથી અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેવાના છે તથા અનેક ભક્તો આ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે આ મહોત્સવ દરેક ભારતવાસીઓ દિવાળીના તહેવારની જેમ ઉજવશે સમગ્ર ભારતને ભગવા રંગથી સજાવવામાં આવ્યું છે અને ચારે તરફ જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે. આ ઉત્સવને તમામ ભારતવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં ત્યારે આ મહોત્સવમાં હાજરી આપવા માટે ભારતના યશવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે પહોંચ્યા હતા.
જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અયોધ્યા પહોંચી ગયા છે જેનું અયોધ્યા વાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મંદિર પાછળ અનેક લોકોના સંઘર્ષો રહેલા છે ત્યારે આજે આપણે આ મંદિર આપણી નજરે થતા જોઈ શકીએ છીએ ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અનેક લોકો મળવા પહોંચ્યા હતા.
તેમાં પણ માત્ર ગુજરાતના નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનો ડંકો વગાડનાર મોરારીબાપુ અને તેની સાથે અનેક સાધુ-સંતો પણ યોગી આદિત્યનાથની મુલાકાત લીધી હતી. તથા તેમની સાથે અનેક વાતો અને ચર્ચા પણ કરી હતી. તેની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.
યોગી આદિત્યનાથને મોરારીબાપુએ સમગ્ર વિશ્વમાં ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિનું ડંકો વગાડી દીધો છે તથા આજે પણ તેઓ ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ તથા ભારતીય રીત રિવાજને ભૂલ્યા નથી તેથી આ બંનેનું મિલન એ એક ચર્ચાનો વિષય બની ગયો હતો તથા લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી.
કોમેન્ટમાં લોકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા . આ બંને વ્યક્તિઓએ સમગ્ર વિશ્વમાં ધર્મના માર્ગે ચાલી રામનામ તથા ભગવો લહેરાવી દીધો છે જે આપણા સૌ ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે આવા સત્પુરુષોને કારણે જ આપણે સમગ્ર વિશ્વમાં ગર્વથી ભારતીય હોવાનું કહી શકીએ છીએ.