અયોધ્યા એરપોર્ટ પર જોવા મળ્યા મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણી ઢોલ નગારા સાથે થયું ભવ્ય સ્વાગત લોકોએ લગાવ્યા જય શ્રી રામ ના નારા

આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે 22 જાન્યુઆરી 2024 રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં બોલીવુડ હોલીવુડ ક્રિકેટરો રાજનેતા સાથે જોડાયેલા અનેક લોકોને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં લઈને 22 જાન્યુઆરી નજીક આવતાની સાથે જ અનેક લોકો અયોધ્યા પહોંચી ગયા હતા.

જે લોકો 22 જાન્યુઆરી 2024 માં થનારી તમામ વિધિઓમાં ભાગ લેશે તેમાં પણ અંબાણી પરિવાર પણ અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે હાજરી આપી હતી. આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ પોતાના ધર્મ સંસ્કાર સંસ્કૃતિ અને રીત રિવાજને ક્યારેય ભૂલ્યા નથી આ જ તેમની સફળતાને બિરદાવે છે તેથી જ આજે તેઓ અમીરોની લિસ્ટમાં પ્રથમ ક્રમાંક પર આવે છે. અંબાણી પરિવાર ક્યારે પણ પોતાના સંસ્કારોને ભૂલ્યા નથી તે પોતાના સંસ્કારોને લઈને જ હંમેશા આગળ વધે છે.

તેથી જ તેઓ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સોમવારે પત્ની નીતા અંબાણી અને તેના પુત્રો આકાશ અને અનંત અંબાણી સાથે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પહોંચી હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે ઢોલ નગારા પણ વગાડવામાં આવ્યા હતા. લોકો તેમને જોવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા તથા લોકોએ જોરથી જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.

જય શ્રી રામના નારા સાથે સમગ્ર એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે કેજો કેસરી કે લાલ આ ગીત પણ ઉડાડવામાં આવ્યું હતું . મુકેશ અંબાણી તથા નીતા અંબાણી સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા. આ સાથે જ આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા અને અનંત અંબાણીની મંગ્યતર રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી તે પણ ભારતીય પહેરવેશમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

અંબાણી પરિવારને એન્ટ્રી ની સાથે જ સુરક્ષા બંદોબસ્ત નો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાઈ શકે અયોધ્યા રામ મંદિર માટે દેશ તથા વિદેશના ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પધારવાના છે ત્યારે સુરક્ષા બંધોબસ્ત નો પણ અયોધ્યા સમિતિ દ્વારા ખ્યાલ રાખવામાં આવ્યો છે.

આ સાથે જ સમગ્ર અંબાણી પરિવાર એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે થોડા સમય પહેલા જ અયોધ્યામાં બિરાજમાન થનારી મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિની ઝલક જોવા મળી હતી જે લોકોએ ખૂબ જ પસંદ કરી હતી તથા તેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ હતી.

જેમાં કોમેન્ટ બોક્ષમાં લોકોએ જયશ્રીરામના નારા લગાવ્યા હતા તો ઘણા લોકોએ કહ્યું હતું કે સાક્ષાત ભગવાન શ્રીરામ આપની સામે ઉભા હોય તેવી જ આ મૂર્તિ ને ઘડવામાં આવી છે. અંબાણીના સમગ્ર પરિવારે અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની ખુશીઓ વ્યક્ત કરી હતી તથા આ મૂર્તિના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. અંબાણીનો સમગ્ર પરિવાર અયોધ્યા એરપોર્ટ પર ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો તથા અનેક સાધુ સંતોના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા . હાલમાં તો અંબાણીનો સમગ્ર પરિવાર અયોધ્યા રામ મંદિર માટે પહોંચી ગયો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *