સમગ્ર અંબાણી પરિવારએ મોરારીબાપુના પગ પકડી માથું ઝુકાવી લીધા આશીર્વાદ – જુઓ સુંદર તસવીરો
આપણે સૌ લોકો ભારતના સૌથી અમીર અંબાણી પરિવારને તો જાણતા જશો તેઓ આટલા અમીર હોવા છતાં પણ આજના સમયમાં પોતાના સંસ્કાર સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી. તે દરેક સમયે પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને સાથે લઈને આગળ વધે છે તેથી જ તેઓ આજે દરેક સફળતાના શિખરો પ્રાપ્ત કરે છે. તેઓ પોતાની દરેક સફળતામાં ભગવાનને યાદ કરવાનું ક્યારેય ભૂલતા નથી. તેથી જ આ પરિવાર પર ભગવાનના અતૂટ અને અખૂટ આશીર્વાદ રહેલા છે ત્યારે તેઓ હાલમાં જ 22 જાન્યુઆરી 2024 માં થયેલા અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાના સમગ્ર પરિવાર સાથે આ અનોખા મહોત્સવમાં હાજરી આપી હતી.
આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેના સમગ્ર પરિવારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા અયોધ્યામ અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. આ મહોત્સવ ની વચ્ચે તેમને સમગ્ર દુનિયામાં રામકથાનો ડંકો વગાડનાર મોરારીબાપુ સાથે મુલાકાત કરી હતી. તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં લોકોએ અનેક લાઈક અને કોમેન્ટ નો વરસાદ વરસાવી દીધો હતો લોકોએ જયશ્રીરામના નારા લગાવ્યા હતા તથા ઘણા લોકોએ કહ્યું હતું કે આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ પોતાના સંસ્કારોને ક્યારેય ભૂલ્યા નથી તે આજના સમયમાં સૌથી મોટી વાત છે ખરેખર અંબાણી પરિવાર ખૂબ જ ધન્ય છે ભગવાન તેમને દુનિયાની બધી સફળતા અર્પણ કરે તેવા આશીર્વાદો પણ આપ્યા હતા.
અંબાણી પરિવાર પહેલેથી જ સાધુ-સંતો અને મહંતો પ્રત્યે ખૂબ જ આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે તે મોરારીબાપુને ખૂબ જ માન સન્માન આપે છે. તેની પહેલા પણ અંબાણી પરિવાર મોરારીબાપુ સાથે મુલાકાત લીધી હતી. ઘણીવાર સમગ્ર અંબાણી પરિવાર મોરારીબાપુની કથામાં પણ જોવા મળે છે મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણી મોરારીબાપુના પરમ શિષ્યો છે સમગ્ર અંબાણી પરિવાર એ મોરારીબાપુના માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે મુકેશ અંબાણીએ બધા જ લોકોની વચ્ચે મોરારીબાપુના ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા તેમની સાથે ઘણો સમય પણ વિતાવ્યો હતો અને તેમની સાથે ઘણી ખરી વાતચીત પણ કરી હતી.
આ મુલાકાતમાં મુકેશ અંબાણીના પુત્રો અને પુત્રીઓ પણ જોવા મળી રહ્યા છે પોતાના પિતાની સાથે સાથે તેમનામાં પણ અમૂલ્ય સંસ્કાર અને સંસ્કૃતિ રહેલા છે આ તમામ તસ્વીરો જોઈને અંબાણી પરિવારને ચાહનારા લોકો પણ તેમના ખૂબ જ વખાણ કર્યા હતા. સમગ્ર અંબાણી પરિવાર ઘણીવાર ગુજરાત તથા ભારતમાં આવેલા મંદિરોની પણ મુલાકાત લેતા જોવા મળે છે. થોડા સમય પહેલા જ સમગ્ર અંબાણી પરિવારે દ્વારકા અને સોમનાથની મુલાકાત લીધી હતી. જે આ તેમને ભગવાન પાસે માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અંબાણી પરિવાર આટલો અમીર હોવા છતાં પણ પોતાનું જીવન સાદગી ભર્યું જીવવાનું પસંદ કરે છે. તેઓ પોતાની આવકનો ઘણો ખરો હિસ્સો ગરીબો પાછળ વાપરે છે અંબાણી પરિવારનું એવું માનવું છે કે દરેક લોકો સમાજ સેવાના કાર્ય પ્રત્યે આગળ વધે તેવો ભાવ રાખવો જોઈએ. તેથી જ સમગ્ર અંબાણી પરિવાર આજે દરેક સફળતાના શિખરો સુધી સતત આગળ વધે છે.