સુરતના હીરાના વેપારી કર્યા પોતાના દીકરાના અનોખા લગ્ન રામ અને સીતાના રૂપમાં જોવા મળ્યા વર અને કન્યા આવા અનોખા લગ્ન તમે આજ સુધી નહિ જોયા હોય
હાલમાં સમગ્ર દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અનેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ રહ્યા છે ત્યારે આપણી સામે સોશિયલ મીડિયામાં અવારનવાર અનોખા લગ્ન સામે આવતા હોય છે. જેની વાત સાંભળીને કે જેને જોઈને આપણે વિચારમાં પડી જતા હોઈએ છીએ. આવા જ એક લગ્ન 22 જાન્યુઆરી 2024 રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વચ્ચે સામે આવ્યા હતા. આ લગ્ન સુરતના હીરાના વેપારીના દીકરાના થયા હતા જે લગ્ન આજે ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગયો છે. આ લગ્નમાં વરરાજા ના પિતા લગ્નને યાદગાર બનાવવા માંગતા હતા તેથી જ તેણે 22 જાન્યુઆરી 2024 ના પાવન દિવસે પોતાના દીકરાને ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરાવી લગ્ન કરાવ્યા હતા. વરરાજાએ પણ પિતાની આજ્ઞાને માન આપી ભગવાન શ્રીરામનો વેશ ધારણ કર્યો હતો.
વરરાજો ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરી મંડપ પાસે પહોંચે છે ત્યારે સૌ લોકો તેને જોઈને ચોકી ઉઠે છે. આ અનોખા લગ્ન નો વિડીયો સોશિયલ મીડિયામાં આજે ધૂમ મચાવી રહ્યો છે અને ચારે બાજુ આ લગ્નને લઈ વખાણ થઈ રહ્યા છે કારણ કે આવા અનોખા લગ્ન તમે આજ સુધી નહીં જોયા હોય. આ લગ્ન શુભમ જેમ્સના માલિક દિનેશભાઈ મોણપરા નો દીકરો રાજમોણપરા લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યો હતો તેણે આ લગ્નમાં ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરી સૌ લોકોને વિચારવા મજબૂર કરી દીધા હતા. લગ્નમાં તેની એન્ટ્રી પણ ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવી હતી આ વીડિયોને સુરતી નામના instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.
જેમાં લોકોએ લાઈક અને કોમેન્ટનો વરસાદ વરસાવી દીધો હતો. લોકો કોમેન્ટ દ્વારા આ લગ્નના ખૂબ જ વખાણ કરી રહ્યા છે ઘણા લોકો કહી રહ્યા છે કે આ ભગવાન શ્રીરામ અને સીતા જોડી જ લાગી રહી છે. ઘણા લોકો પિતાના આ વિચારને ખૂબ ખૂબ ધન્યવાદ કહી રહ્યા છે આજના સમયમાં લોકો ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે લગ્ન કરવાનું વિચારતા હોય છે પરંતુ આવી પવિત્ર રીતે લગ્ન કરવા એ ખૂબ જ મોટી વાત છે શુભમ જેમ્સના માલિક અવવાર-નવાર લોક સેવાના કાર્યો કરતા હોય છે તેને કારણે જ આજે દિનેશભાઈ મોણપરા દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તે તેની કંપનીના કારીગરોને પોતાનો પરિવાર જ માને છે.
તેમના લગ્નમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ જોવા મળ્યા હતા તેઓ પણ આ લગ્નને જોઈ વખાણ કરવા લાગ્યા હતા. દિનેશભાઈ મોણપરા આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ પોતાના પુત્રને હંમેશા સંસ્કારો અને સંસ્કૃતિના પાઠ ભણાવે છે તે જ તેમની સફળતાનું સૌથી મોટું રાજ છે હાલમાં તો સુરતના આ ઉદ્યોગકારના પુત્રની લગ્નની વાતો ચારે તરફ ગુંજી રહી છે. આ લગ્નમાં વરરાજા ની એન્ટ્રી ની સાથે લોકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા આ લગ્નમાં સમગ્ર વાતાવરણ ખૂબ જ ધાર્મિક અને સંસ્કૃતિ મય થઈ ગયું હતું.