અયોધ્યામાં બિરાજમાન થયેલી ભગવાન શ્રીરામની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજ ની વાતો તમે આજ સુધી ક્યારે પણ નહીં સાંભળી હોય, જાણો આ મૂર્તિની રહસ્યમય વાતો
22 જાન્યુઆરી 2024 નો દિવસ દરેક ભારતીયો માટે સોના કરતા પણ વિશિષ્ટ દિવસ હતો કારણ કે આ જ દિવસે લાંબા વર્ષોના સંઘર્ષો બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પરિવાર પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવાના હતા. દરેક લોકોએ આ ઉત્સવ દિવાળીની જેમ ઉજવ્યો હતો તથા દરેક લોકોએ ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું સ્વાગત કર્યું હતું. આ ઉત્સવમાં માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા જેમાં અનેક લોકોએ ભગવાન શ્રીરામની મૂર્તિના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો. આ મૂર્તિના પણ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા પરંતુ આ મૂર્તિ બનાવનારને આપ નહીં જાણતા હોય તો આજે આપને મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
ભગવાન શ્રીરામની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજ કર્ણાટકના મૈસુર ના રહેવાસી છે. તેઓની મૂર્તિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણી જગ્યાએ જોવા મળે છે તેઓ અનેક વર્ષોથી આ ક્ષેત્રમાં જોડાયેલા છે. તેઓએ માત્ર મૂર્તિ જ નહીં પરંતુ મોટા મહેલો તથા અનેક જગ્યાએ પોતાની કળા વિકસાવી છે. તેથી જ આજે મૂર્તિની દુનિયામાં અરુણ યોગીરાજ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે અરુણ યોગીરાજ 2008માં મેસૂર યુનિવર્સિટી ની અંદર એમબીએ નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો તેઓ નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા અરુણ યોગીરાજ ના પિતા તથા દાદા મૂર્તિ ક્ષેત્ર સાથે જ જોડાયેલા હતા પરંતુ યોગીરાજને મૂર્તિ કાર બનવું પસંદ ન હતું પરંતુ તેના દાદાએ એવી ભવિષ્યવાણી કરી હતી કે અરુણ યોગીરાજ આગળના સમયમાં એક મહાન મૂર્તિકાર બનશે જેની નોંધ સમગ્ર દેશ તથા દુનિયા લેશે અને આ જ વાત ભવિષ્યમાં સાચી સાબિત થઈ હતી.
અરુણ યોગીરાજ એ માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની મૂર્તિની છાપ છોડી દીધી છે. અરુણ યોગીરાજ એ દેશમાં અનેક જગ્યાએ મહાન મૂર્તિઓ બનાવી છે જેમાં ઇન્ડિયા ગેટ પાસે ઉભેલા સુભાષચંદ્ર બોઝની 30 ફૂટની ખૂબ જ સુંદર મૂર્તિ અરુણ યોગીરાજ દ્વારા જ બનાવવામાં આવી હતી. તેની સાથે સાથે ભગવાન આદિ શંકરાચાર્યની 12 ફૂટની ખૂબ જ આકર્ષક મૂર્તિ અરુણ યોગીરાજના હાથેથી જ બનાવવામાં આવી હતી. તેમણે કેદારનાથમાં પણ અનેક જગ્યાએ મૂર્તિઓ બનાવી છે તેની સાથે સાથે હનુમાનજીની 21 ફૂટની ખૂબ જ સુંદર અને આકર્ષક મૂર્તિઓ બનાવી છે. આ તમામના અનુભવને કારણે જ અયોધ્યામાં બિરાજમાન થનારી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિ બનાવવાનું કામ અરુણ યોગીરાજને સોંપવામાં આવ્યું હતું.
અરુણ યોગીરાજ એ મૂર્તિનું કામ ખૂબ જ સુંદર રીતે કર્યું છે આ મૂર્તિને જોતા જાણે એમ જ લાગે કે સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ આપણી સામે ઊભા રહી આશીર્વાદ આપતા હોય આ મૂર્તિ ને શ્યામ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવી છે અરુણ યોગીરાજ દ્વારા તેને અનોખા આકાર આપી આ ભવ્યમૂર્તિને તૈયાર કરવામાં આવી હતી. આ મૂર્તિ ને બનાવવામાં અરુણ યોગી રાજે ખૂબ જ જીનવટ ભર્યું કામ કર્યું છે તથા નાની વાતોનું પણ ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખ્યું છે. જેથી કરીને આ મૂર્તિ ખૂબ જ સુંદર અને આકર્ષક બની શકે હાલમાં તો અયોધ્યામાં બિરાજમાન થયેલી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
આ મૂર્તિ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં ઘણા લોકો કહી રહ્યા છે કે અરુણ યોગીરાજ ખૂબ જ દુનિયાના ભાગ્યશાળી વ્યક્તિ છે કે જેને અયોધ્યાની મૂર્તિ બનાવવાનો અવસર પ્રાપ્ત થયો ઘણા લોકો કહી રહ્યા છે કે અરુણ યોગીરાજ એ ખૂબ જ સુંદર મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ અમારા નજરમાંથી ક્યારે જવાની નથી અયોધ્યામાં આવેલા અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ અરુણ યોગીરાજનો ખુબ ખુબ આભાર માન્યો હતો તથા અરુણ યોગીરાજ એ પોતાની લાગણી પણ સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરી હતી.