મોગલ ધામ ભગુડા ખાતે ઉજવાયો ભવ્ય રામમંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જુઓ તેની ભવ્ય શોભાયાત્રા ની તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ની ઉજવણી દેશના દરેક ખૂણે કરવામાં આવી હતી જેમાં સમગ્ર વિશ્વમાં લોકસાહિત્યનો ડંકો વઘારનાર માયાભાઈ આહીર પણ મોગલ ધામ ભગુડા ખાતે રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ ઉજવ્યો હતો. જેમાં અનેક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેની અમુક તસવીરો તથા વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં માયાભાઈ આહીરના ચાહકોએ લાઈક અને કોમેન્ટ નો વરસાદ વરસાવી દીધો હતો ગુજરાતમાં આવેલા મોગલ ધામ ભગુડા ખાતે રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નું ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. જેમાં માયાભાઈ આહીર સાથે સાથે અનેક લોક સાહિત્યકારો જોવા મળ્યા હતા માયાભાઈ આહીર એ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે પોતાના ભાવો તથા લાગણી વ્યક્ત કરી હતી.
તેઓ જણાવે છે કે અયોધ્યા રામ મંદિર આજે ભગવામાં રંગાઈ ગયું છે થોડા સમયમાં માત્ર ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ભગવામાં લહેરાઈ જશે તે વાતનો અમને ખૂબ જ આનંદ છે. આ મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં આસપાસના ગામના લોકો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા મોગલ ધામ ભગુડા ખાતે આવી વિરામ લીધો હતો. આબાદ ખૂબ જ ભવ્ય રીતે ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવી હતી. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો . માયાભાઈ આહીર આગળ જણાવે છે કે આ એક દેશ માટે અનોખો મહોત્સવ છે અમે ભગુડા ખાતે આ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. જેના અમે સૌ લોકો સાક્ષી છીએ આ આરતીમાં પણ અનેક લોકોએ હાજરી આપી હતી જે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે.
આ મંદિર દ્વારા દેશને જગતગુરુ બનાવવાનો સંકલ્પ વધારે મજબૂત કરી દીધો છે. આ શોભાયાત્રા એક સંદેશ પર નીકળી હતી એ સંદેશ હતો કે એક દેવ એક દેશ આ નારાને આજે અમે સાર્થક કર્યો છે તેવું માયાભાઈ આહીર કહ્યું હતું. મોગલ ધામ ભગુડા ખાતે આ ઉત્સવ ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે ઉજવાયો હતો જે માટે સૌ લોકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. આ પ્રસંગે અમે ભજન કીર્તન નું પણ આયોજન કર્યું હતું. જેમાં અમે ભગવાન શ્રીરામના ગુણગાન તથા ભજન ગાયા હતા અને સૌ લોકોએ ખૂબ જ આનંદ માણો હતો ઉપસ્થિત લોકો રામ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. તમામ લોકોને અપાર ભક્તિ વાવ જોઈને અમે સૌ લોકો ખૂબ જ ખુશ થયા હતા.
આ યાત્રામાં એક દેવ એક દેશના નારાને સાર્થક કરવાનો સંકલ્પ લીધો હતો અમને સૌ લોકોને આશા છે કે આ નારો અમે વિશ્વના દરેક ખૂણે પહોંચાડી આ દેશને એક અલગ શિખર પર પહોંચાડીશું એ માટે અમે સૌ લોકો આ દેશની સાથે છીએ આપણે સૌએ એક ભાવ રાખીને એકતા અને સમન્વયનો આ સંકલ્પ અને સાકાર કરવાનો છે. આપણે સૌ લોકોએ આપણા ભારત દેશને વિશ્વ ગુરુ બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ આપણા સૌ લોકોના પ્રયત્નથી જ આપણો દેશ વિશ્વ ગુરુની એક નવી ઊંચાઈએ પહોંચી શકે છે માયાભાઈ આહીર એ જય શ્રી રામના નારા પણ આ શોભાયાત્રામાં લગાવ્યા હતા માયાભાઈ આહીર ના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ માયાભાઈ આહીર હંમેશા પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે.