રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા માત્ર 14 વર્ષના બાળકનું ક્રિકેટ રમતી વખતે અચાનક બેભાન થતા મળ્યું દર્દનાક મો-ત કારણ જાણી તમે પણ ચોકી જશો
હાલના સમયમાં હાર્ટ એટેકનો ખતરો દરેક ઉંમરના લોકોને થઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં પણ હાર્ટ એટેકના ખતરામાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે દરેક વ્યક્તિઓ તથા ડોક્ટરો ખૂબ જ ચિંતામાં મુકાયા છે.
આ સાથે સાથે સામાન્ય કારણોથી પણ હાર્ટ એટેક થવાની શક્યતા દરેક વ્યક્તિઓમાં જોવા મળી રહી છે. એવામાં ગુજરાતના રાજકોટ શહેરમાંથી ક્રિકેટ રમવા ગયેલો 14 વર્ષનો યુવાન અચાનક મેદાનમાં બેભાન થઈ ગયો હતો. આ સમાચારથી વધુ એક યુવાનનો હાર્ટ એટેકને કારણે મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતા રેનીશ નું ક્રિકેટ રમતા અચાનક જ મેદાનમાં ઢળી પડ્યો હતો. જોકે હજુ સુધી હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. .
મૃત્યુ થયા પાછળનું કારણ જાણવા માટે હાલમાં તપાસ ચાલી રહી છે. પરિવારને સમાચાર મળતાની સાથે જ તેના માથે આભ ફાટયું હતું.
જોકે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ વધી રહ્યો છે જેને કારણે ડોક્ટરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ઘણા મહિનાઓમાં અનેક યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા હોવાના સામે આવ્યા છે.
હાલમાં તો રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા આ બાળકનું હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થવાથી તમામ લોકો દુઃખની લાગણીમાં ગરકાવ થયા હતા તથા આ બીમારીને કારણે લોકો વધુ ચિંતામાં મુકાયા હતા. 14 વર્ષના યુવાનની સ્મશાનયાત્રામાં એના સગા સંબંધીઓ તથા પરિવારજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.