સુરતની 14 વર્ષની દીકરીએ રામ મંદિર માટે 52 લાખ જેટલી રકમનું કર્યું દાન કથા કરીને તમામ રૂપિયા કર્યા એકઠા આ દીકરીનું નામ જાણી તમે પણ ખુશ થઈ જશો.
22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં માત્ર ભારત દેશના જ લોકો નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોએ ભાગ લીધો હતો આ ક્ષણ દરેક ભારતીયો માટે સોના કરતાં પણ વિશેષ બની ગયો હતો. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત દેશના દરેક સાધુ સંતો મહંતોએ હાજરી આપી હતી. તેમની સાથે સાથે ભારતના અનેક ઉદ્યોગપતિ તથા દાનવીરોએ દાનની વર્ષા વરસાવી હતી. તેમાં ૧૪ વર્ષ ની દીકરીએ પણ તેમનું યોગદાન આપ્યું હતું.
આ દીકરી છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહે છે જેમનું નામ ભાવિકા મહેશ્વરી છે તેમને રામાયણ પર પોતાનું પેપર રજૂ કરવા આવી હતી. ભાવિકા એ રામાયણની કથા કરીને 52 લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને તમામ ભેગા કર્યા રૂપિયા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અર્પણ કર્યા હતા. તેમના માતા પિતા બાળપણથી જ એવી ઈચ્છા રાખતા હતા કે મારી દીકરી આધ્યાત્મિક તથા ધાર્મિક માર્ગે આગળ વધે અને તે જ ઈચ્છાને ધ્યાનમાં રાખી લોકડાઉન દરમિયાન માતા-પિતાએ આ દીકરીને રામાયણના અનેક પાટો શીખવ્યા હતા.
ત્યારબાદ તેમણે માનવ ભવન ભોપાલ ખાતે આયોજિત ત્રણ દિવસીય પાંચમા આંતરરાષ્ટ્રીય રામાયણ સંમેલનમાં ભારત અને વિદેશના લગભગ 80 સંશોધકોએ ભાગ લીધો હતો. તેમાં તેમણે રામાયણ પર પોતાના પેપર રજૂ કર્યા હતા. આ ક્ષણ માત્ર ગુજરાતવાસીઓ માટે નહીં પરંતુ સમગ્ર ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વની ક્ષણ બની ગઈ હતી ભાવિકા એ જણાવ્યું હતું કે આપણે ક્યારેય રામાયણ એવું ન વાંચવું જોઈએ કે તે સનાતન ધર્મનું છે હિન્દુ ધર્મના છે આપણે રામાયણ એ વિચારીને વાંચવું જોઈએ રામાયણ માત્ર હિન્દુ ધર્મ જ માટે નહીં પરંતુ દરેક ધર્મ માટે ખૂબ જ ઉપયોગી છે.
આજના સમયમાં પણ રામાયણના દરેક સંસ્કારો તથા વાતો ખૂબ જ ઉપયોગી થાય છે સૌપ્રથમ આપણે આ વિચારને દૂર કરીને વિચારવું પડશે કે રામાયણ આપણને જીવન જીવવાનો માર્ગ જણાવે છે રામાયણમાંથી કોઈ પણ મુશ્કેલીનો ઉપાય મળી શકે છે. ભાવિકા મહેશ્વરી આગળ જણાવતા રહે છે કે મેદાન કર્યું નથી આ સમર્પણ છે સુરતમાં અમે 14 જાન્યુઆરીએ રામ મંદિર માટે દાન એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.
ત્યારબાદ અમે રામકથાઓ માંથી મળેલું દાન અયોધ્યામાં સમર્પિત કર્યું હતું. આ રીતે ભાવિકા મહેશ્વરીએ એક અનોખો રેકોર્ડ સ્થાપ્યો હતો. જેમાં દરેક લોકોએ ખૂબ જ ગર્વ અનુભવ્યો હતો. તેમની કથાની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરવામાં આવી હતી. જેમાં લોકોએ લાઈક અને કોમેન્ટ કરી જયશ્રીરામના નારા લગાવ્યા હતા તેમની સાથે સાથે ભાવિકા મહેશ્વરીના મન ભરીને વખાણ પણ કર્યા હતા.