સાળંગપુર ધામમાં 55 કરોડના ખર્ચે ભોજનાલય બનાવામાં આવ્યું…1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે…ગેસ-વીજળી અને લાઈટ વગર…

શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ સાળંગપુર ધામ હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું હનુમાન જયંતીના દિવસે થશે અનાવરણ સાથે સાથે ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજાર થી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થનાર છે. જેની તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

સાળંગપુર ધામ હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાશે. આ માટે અહીં જે હનુમાન દાદાની મૂર્તિ તૈયાર કરાઇ છે તે માટે 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાળંગપુર આવતા સાત કિલોમીટર દૂરથી આ મુર્તિ જોઇ શકાશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર થયો છે જેમાં 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ રાખવામાં આવી છે.દક્ષિણ મુખી આ મુર્તિને વાસ્તુ પ્રમાણે ગોઠવવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ 11,900 સ્ક્વેર ફૂટમાં વાવ અને એમ્ફી થિએટર બનાવવામાં આવ્યું છે. આ આ એમ્ફી થિએટરમાં 1500થી વધુ દર્શનાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવ્યો છે.

ભોજનાલય ની વિશેષતા :

  • 55 કરોડના ખર્ચે આ ભોજનાલય બનાવવામાં આવ્યું છે
  • 3 લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલુ છે આ ભોજનાલય
  • એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલ પર બેસીને જમી શકે છે
  • ગુજરાતમાં સૌથી વધારે ટેકનોલોજી થી સજ્જ છે આ ભોજનાલય
  • થર્મલ બેજ થી અહીંયા રસોઈ તૈયાર થશે અને એક સાથે 15 હજાર લોકોની રસોઈ માત્ર કલાક માં જ બની જશે તેવી મશીનરી થી સજ્જ છે
  • હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલય નું દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે ઉદ્ઘાટન થશે.

ગુજરાતનું સૌથી મોટું હાઇટેક “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” બનાવવામાં આવ્યું છે. ત્યારે 55 કરોડના ખર્ચે થયુ “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”નું નિમાર્ણ થયું છે. જેમાં 4 હજાર હરિભક્તો એક સાથે બેસી જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 7 વીઘામાં ભોજનાલય પથરાયેલુ છે. તેમજ 3લાખ 25 હજાર સ્ક્વેર ફુટમાં બિલ્ડીંગનુ બાંધકામ પણ કરવામાં આવ્યું છે. 255 કોલમ પર ઊભું કરાયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”.

ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. જેમાં 1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે. ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈ બનશે. ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ છે. 30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભોજનાલયમાં કુલ 79 રૂમ બનાવ્યા છે. તેમજ ભોજનાલયમાં કુલ 5 લિફ્ટ બનાવવામાં આવી છે. ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન છે. તેમજ ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો છે. 3 મહિનામાં ગાંધીનગરના ભઠ્ઠામાં ઇંટો બનાવી. 3,35,000 સ્ક્વેર ફૂટમાં વિશેષ ટાઈલ્સ લગાવવામાં આવી છે. 25 તીર્થધામની માટીનો ઉપયોગ ભોજનાલય બનાવવામાં થયો. આ ટાઈલ્સ મોરબીમાં 3 મહિનામાં બનાવાઈ. બાંધકામમાં 22 લાખ 75 હજાર ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો છે. 180 કારીગરો દિવસના 12 કલાક કામ કરતા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *