કબરાઉ મોગલ ધામ માં એક ભક્ત લઈ આવ્યો સોના ની લક્કી અને 5100 રૂપિયા રોકડા પરંતુ બાપુએ ભેટ પાછી આપી દીધી ને કહું કે…
ગુજરાતના કચ્છ નજીક સ્થિત કબરાઉ ગામ માં આવેલ માં મોગલ નું ધામ આજે શ્રદ્ધા અને આસ્થાનું એક પ્રતીક બની ગયું છે. જ્યાં હજારો ભાવિક ભક્તો માં મોગલના દર્શન કરવા માટે આવે છે અને ખૂબ ધન્યતા અનુભવે છે માં મોગલ સૌના દુઃખ હરીને સુખ આપે છે ત્યારબાદ ભક્તો રાજી થઈને માતાજીને ભેટ સોગાદ અને ચુંદડી ઓ અર્પણ કરે છે.
હાલમાં સોશિયલ મીડિયામાં કબરાઉ ધામ ના વિડીયો ખૂબ જ વાયરલ થતાં જોવા મળે છે ત્યારે હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોવા મળે છે કે ભક્તો માતાજીના ચરણોમાં હજારો લાખો રૂપિયાની ભેટ ચઢાવવા માટે આવે છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કબરાઉ મોગલ ધામની ગાદી પર બેઠેલા મણીધર બાપુ ભેટ લેવાની ના પાડી દે છે અને સામેથી એક રૂપિયો ઉમેરી કોઈ બહેન દીકરીઓને પરત આપવાનું કહે છે.
ત્યારે હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં એક શ્રદ્ધાળુ પોતાની માનતા પૂર્ણ થવા પર કબરાઉ ધામમાં ચાર તોલાની સોનાની લકી અને 51 સો રૂપિયા રોકડા લઈ માતાજીને અર્પણ કરવા માટે જાય છે અને ત્યારબાદ મણીધર બાપુ સમક્ષ પોતાની ભેટ ખોલીને બતાવે છે. ત્યારે બાપુ નિખાલસ ભાવે અને મજાક માં પૂછે છે કે આ સાચી સોનાની જ છે.
ત્યારે સામે ભક્ત પ્રતિસાદ આપતા અને અસ્થાની સાથે જ કહે છે કે બાપુ આ ચાર તોલાની છે બાપુ તેની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે અને પોતા ના હાથમાં પહેરે છે અને પાછળથી કોઈ સેવક એવું પણ કહી રહ્યો છે. કે બાપુ તમે આ પહેરો ત્યારબાદ બાપુ નક્કી પાસે આપતા કહે છે. કે જો બેટા તારે દીકરી છે ત્યારે તે વ્યક્તિ જવાબ આપે છે કે આ બાપુ મારે એક નાનકડી દીકરી છે જેના બાદ બાપુ એ દીકરીને બોલાવે છે અને કહે છે કે બેટા આ ચાર તોલાની લકી છે અને મણીધર બાપુ કહે છે. આ મોકલે સવા 11 તોલા સ્વીકારી લીધી છે ત્યારબાદ ઉપસ્થિત ભાવિક ભક્તો માં મોગલ નો જયજયકાર કહે છે અને દીકરીને 5100 પણ આપી દેવાનું કહે છે.