આ તો ઘોર કળિયુગ!! ચાર દિવસની માસુમ બાળકીનું પોતાની દાદીમાએ ધાબળામાં વીટોળી ગળું દબાવી આપ્યું દર્દનાક મો-ત કારણ જાણી પરિવારના હોશ ઉડી ગયા
સમગ્ર ગુજરાતમાં હત્યા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ઘણીવાર પ્રેમ સંબંધને કારણે તો ઘણીવાર સંપત્તિને કારણે તો ઘણીવાર અન્ય નાની મોટી વાતોમાં હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ ઘણીવાર અમુક કિસ્સાઓ સાંભળી આપણે પણ વિશ્વાસ કરી શકતા નથી જે હત્યા ની વાત વિશે સાંભળીને આપણે ઘણીવાર આપણે પણ વિચારવા માટે મજબૂર થઈ જઈએ કે કળિયુગ કરતા પણ વિશેષ સમય હાલના તબક્કામાં ચાલી રહ્યો છે આવી અનેક ઘટનાઓ ગુજરાતના શહેરોમાંથી સામે આવતી હોય છે.
હાલમાં મધ્યપ્રદેશના ગ્વાલિયર માંથી હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ થોડીવાર માટે ચોકી જશો અથવા તમને લાગશે કે આ તો કળયુગ કરતાં પણ વધારે ખરાબ સમય ચાલી રહ્યો છે. આ ઘટનામાં પૌત્રની ઈચ્છા ધરાવતી દાદી એ પૌત્રી આવતા ચાર દિવસની માસુમ બાળકીનું ગળું દબાવી એની દર્દનાક રીતે હત્યા કરી નાખી હતી. ખરેખર એક દાદી નો સંબંધ હોવા છતાં પણ પોતાની પૌત્રી નો વિચાર કર્યા વગર તેની હત્યા કરી નાખી હતી. દાદી એટલે કે દરેક પૌત્રી અને પૌત્ર માટે સ્નેહ અને પવિત્રથી બંધાયેલો સંબંધ છે પરંતુ આ સંબંધ ઉપર આ ઘટનાથી કાળો ડાઘ લાગી ગયો હતો.
આ સમગ્ર ઘટના 23 માર્ચ ના રોજ બની હતી ગ્વાલિયરમાં રહેતી કાજલ ચૌહાણ ને અચાનક પેટમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેને બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ આ બાળકી અપંગ હતી. તે છતાં પણ મા-બાપને તેમના સંતાનો જીવથી પણ વધારે વહાલા હોય છે બાળકીના આ જન્મથી સમગ્ર પરિવાર ખૂબ જ ખુશ હતો પરંતુ એમની સાસુ આ વાતથી ખૂબ જ નારાજ હતી કારણ કે તેમને પૌત્રની આશા હતી.
દીકરી નો જન્મ તેમની સાસુ શ્રાપ સમાન માનતી હતી. આ કારણથી જ સાસુ તેમની વહુ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા. આ વર્તનથી જ વહુને અંદર લાગી ગયો કે બાળકીના જન્મથી તેમની સાસુ જરા પણ ખુશ નથી. પરંતુ જ્યારે કાજલ હોસ્પિટલમાં તેમની પુત્રીનું ધ્યાન રાખતી હતી ત્યારે અચાનક જ કાજલ ના કાકા ના અવસાન ના સમાચાર સાંભળતા તે હોસ્પિટલ થી કાકાના ઘરે પહોંચી હતી આજ વાતનો ફાયદો ઉઠાવતા સાસુએ માત્ર ચાર વર્ષની માસુમ બાળકીને ધાબળામાં વીટોળી ગળું દબાવી દીધું હતું. એમની પૌત્રી નો જીવ ચાલ્યો ગયો હોવા છતાં પણ પૌત્રીને છોડી ન હતી.
આખરે કાજલના માસા માસી મામા મામી એ તેમની સાસુ પાસેથી બાળક પાછું માંગ્યું ત્યારે તેમને આપવાની ના પાડી અને એક પ્રયત્ન બાદ આખરે તેમને દીકરી આપી હતી પરંતુ દીકરી કોઈ હલચલ ન કરતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પૌત્રીના મૃત્યુ ના સમાચાર મળતાની સાથે જ સાસુ ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી તેથી જ તેમની વહુએ ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમની વિનંતી કરી હતી.
પોસ્ટમોર્ટમ ની પ્રક્રિયા દરમિયાન કાજલના સંબંધી હોય તેમના ઘરે જવા ન દીધી પરંતુ તેના મામા અને માસીના ઘરે રોકાઈ હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું કે દીકરીનું મૃત્યુ ગળું દબાવવાને કારણે થયું છે. હાલમાં તો પોલીસે સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધ વધુ તપાસ તથા પૂછપરછ હાથ ધરી છે જેથી કરીને કાજલના પરિવારને અને દીકરીના મૃત્યુ સામે સમન્વય ન્યાય મળી શકે પરંતુ આ ઘટના તમામ લોકોને હચમચાવી દેનારી બની હતી. કારણકે આવા સમયમાં પોતાની દાદી પણ પૌત્રી માટે મૃત્યુનું કારણ બની હતી ખરેખર આ ઘટના કળયુગ કરતાં પણ વિશિષ્ટ લોકો સમક્ષ સાબિત થઈ હતી.