અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નમાં કરવામાં આવ્યું ભવ્ય ડ્રોન શો નું આયોજન આવો શો તમે આજ સુધી નહીં જોયો હોય

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નને લઈને આજના સમયમાં અંબાણી પરિવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. હવે થોડા જ સમયમાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન થવા જઈ રહ્યા છે.

આ લગ્નને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લગ્નની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં અંબાણી પરિવારના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી છે. સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર આટલા મોટા પદ પર હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો તેમની સાથે સાથે ધર્મ ક્યારેય ભૂલ્યા નથી તેથી જ આ લગ્ન પહેલા અંબાણી પરિવાર દ્વારા 14 મંદિરો બંધાવવામાં આવ્યા હતા.

જેથી કરીને આગળના સમયમાં આપણી સંસ્કૃતિ સંસ્કાર અને ધર્મનું રક્ષણ થઈ શકે તેની સાથે સાથે આવનારી પેઢી હંમેશા ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે તેઓ અંબાણી પરિવારનો ઉદ્દેશ હતો. અંબાણી પરિવારના આ લગ્ન ખૂબ જ અનોખી રીતે થવા જઈ રહ્યા છે આ લગ્નમાં દેશ-વિદેશથી અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેશે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે થોડા સમય પહેલા જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

જેમાં જોઈ શકાય છે કે આ લગ્નમાં ખૂબ જ ભવ્ય રીતે ડ્રોન શો કરવામાં આવ્યો હતો. જે સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ વીડિયોને આઈ લવ જામનગર પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી 30,000 કરતાં પણ વધારે લાઇક તથા કોમેન્ટ મળી ચૂકી છે આ લગ્નનો ડ્રોનસો એ લોકોને ખૂબ જ આકર્ષિત કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *