સુરત શહેરના જૈન સમાજમાંથી માતા પોતાના 11 વર્ષના દીકરા સાથે કરોડોની સંપત્તિનો ત્યાગ કરી દીક્ષા લેશે, પરિવારમાં જોવા મળ્યા ખુશી ના આંસુ વાયરલ વિડીયો તમને રડાવી દેશે
આજના દરેક વ્યક્તિઓએ પૈસા મોહ માયા સંપત્તિ પાછળ દોટ મૂકી છે પરંતુ ઘણા લોકો આ દુનિયામાં મોહ માયા અને સંસારનો ત્યાગ કરી સંયમના માર્ગે આગળ વધતા હોય છે. મોટેભાગે જૈન સમાજમાં લોકો કરોડોની સંપત્તિનો ત્યાગ કરી પોતાનું સમગ્ર જીવન સંયમ ના માર્ગમાં સમર્પિત કરી દેતા હોય છે. હાલમાં જ એક એવા ત્યાગ અને સમર્પણ વ્યક્ત કરતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


હાલમાં જૈન સમાજના બિઝનેસમેનની 30 વર્ષની પત્નીએ પોતાની કરોડોની સંપત્તિનો ત્યાગ કરી સંયમનો માર્ગ પસંદ કર્યો હતો. તેમના પતિ ખૂબ મોટા બિઝનેસમેન છે અને હાલમાં કરોડોની સંપત્તિ ધરાવે છે. સાથે તેમનો માત્ર 11 વર્ષનો પુત્ર ભિક્ષુક બની ગયો છે. બિઝનેસમેન ની પત્ની મોહમાયા નો ત્યાગ કરી સ્વીટી નામ પરથી ભાવશુદ્ધિ રેખા ધારણ કર્યું હતું. આ દીકરી જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેને સાધુ બનવાનો વિચાર આવ્યો હતો. અને નક્કી કર્યું હતું કે મારો પુત્ર પણ સંયમના માર્ગે ચાલી જૈન સમાજનો એક મહાન સંત બનશે.

આજ કારણથી તેની માતાએ તેને બાળપણથી જ સંસ્કારો આપી દીક્ષા ના માર્ગે આગળ વધાર્યો હતો. તેમના આ નિર્ણયમાં તેમના પતિ અને સમગ્ર પરિવારે સાથ સહકાર આપ્યો હતો. હવે ટૂંક જ સમયમાં ગુજરાતના સુરત શહેરમાં આ દીકરી અને દીકરાનો ભવ્ય દીક્ષા મહોત્સવ યોજવામાં આવશે. હાલમાં તો માતા અને પુત્રનો આ સમર્પણ ભાવ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં અનેક લોકો માતા અને પુત્રને પ્રેમના અને તેના ત્યાગ સમર્પણના મન ભરીને વખાણ કરી રહ્યા છે.

જૈન સમાજમાં આ કોઈ પ્રથમ ઘટના નથી પરંતુ અન્ય લોકોએ પણ પોતાની કરોડો અને અબજોની સંપત્તિનો ત્યાગ કરી સંયમનો માર્ગ પસંદ કર્યો હતો ઘણા જૈન સમાજના પરિવારોમાં સમગ્ર પરિવાર મોહમાયા અને સંપત્તિનો ત્યાગ કરી તમામ સંપત્તિને દાનમાં આપી પોતે સંયમના માર્ગ તરફ આગળ વધે છે ખરેખર આજના સમયમાં ત્યાગ સમર્પણની ભાવના જૈન સમાજમાં ખૂબ જ નજીકથી જોવા મળે છે હાલમાં તો માતા અને પુત્રનો સમર્પણ ભાવ સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો જેમાં અનેક લોકોએ સાથ આપ્યો હતો.
