પુણે માં કામ કરતા વ્યક્તિએ કંટાળીને છોડી દીધી નોકરી, છેલ્લા દિવસે બોસની સામે ઢોલ વગાડી ખુશી વ્યક્ત કરી કારણ જણાવતા કહ્યું કે… જુઓ વાયરલ વિડિયો
આપણે ઘણીવાર સાંભળ્યો છે કે નોકરીએ દરેક લોકોને ગુલામ બનાવી દેતી હોય છે પરંતુ ઘણા લોકો મજબૂરીમાં તો ઘણા લોકો કંટાળીને પરાણે નોકરી કરતા હોય છે તો ઘણા લોકો નોકરી છોડી એવું કાર્ય કરી દેતા હોય છે કે જેને સાંભળી આપણે પણ થોડીવાર માટે વિચારમાં પડી જતા હોઈએ છીએ. ઘણા લોકો પોતાની નોકરી નો છેલ્લો દિવસ પાર્ટી કરીને પૂર્ણ કરતા હોય છે.
પરંતુ પુણે માં સેલ્સ એસોસિયેટ તરીકે ફરજ બજાવી રહેલા અનિકેતે એવું કાર્ય કર્યું કે સોશિયલ મીડિયામાં તેનું આ કાર્ય ધૂમ મચાવી રહ્યું છે. પોતાની નોકરી છોડી તેને ઢોલ વાળાને બોલાવી પોતાની ઓફિસ બહાર પોતાના જ બોસ સામે ઢોલ વગાડ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં અનિકેત કહી રહ્યો છે કે તે છેલ્લા ત્રણ વર્ષથી આ કંપનીમાં કામ કરી રહ્યો છે પરંતુ હજુ સુધી તેનો પગાર વધ્યો નથી આ સાથે સાથે તેના બોસ તેને કોઈપણ પ્રકારનું માન સન્માન આપતા નથી. આ જ કારણથી તે નોકરી છોડવાની ખુશીમાં ઢોલ વગાડી પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યો છે.
આ દ્રશ્ય જોતાની સાથે જ તેના બોસ પણ જોતા રહી ગયા. પોસ્ટ અને વિડીયો વાયરલ કરતા ની સાથે જ કેપ્શન માં લખ્યું હતું કે તમારામાંથી ઘણા લોકો આની સાથે જોડાયેલા હશે. આજના સમયમાં સન્માન અને અધિકારની કમી ઘણી સામાન્ય છે. પરંતુ હું મારું આગળનું પગલું લેવા માટે તૈયાર છું. મારી આ કહાની ઘણા લોકોને પ્રેરિત કરશે તેવી મને આશા છે.
આ વીડિયોને અત્યાર સુધી લાખો લાઇક મળી ચૂકી છે તથા લોકો કોમેન્ટ દ્વારા પોતાના અલગ અલગ મંતવ્ય દર્શાવી રહ્યા છે ઘણા નોકરી કરનારા લોકો પણ પોતાની વ્યથા કોમેન્ટ દ્વારા બતાવી રહ્યા હતા. એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે આ વ્યક્તિને ખુશ જોઈ હું પણ ઘણો ખુશ થયો. બીજાએ લખ્યું કે આ વાતથી હું ઘણો ખુશ થયો ખરેખર આવું જ થવું જોઈએ તો અન્ય એ કોમેન્ટ કરતા લખ્યું કે તમને નાચતા જોઈ મને પણ મારા બોસની સામે નાચવાનું મન થઈ ગયું. આવી રીતે અનેક લોકોએ પોતાના મંતવ્ય દર્શાવ્યા હતા.