ઇતિહાસમાં પ્રથમ વાર સાત વર્ષનો બાળક બન્યો વારાણસીનો ADG!! પોલીસ અધિકારીઓએ આપી સલામી, સમગ્ર ઘટના વાંચી તમે રડી પડશો
ઘણી વખત સોશિયલ મીડિયામાં એવી વાત સામે આવતી હોય છે કે જેની વિશે સાંભળીને આપણે આંખમાંથી પણ આંસુ નીકળી જતા હોય છે ને આવી ઘટનાઓ આપણા હૃદયને સ્પર્શ કરી જતી હોય છે.હાલ માં એક આવી જ ઘટના સામે આવી છે જેમાં કેન્સર જેવી ગંભીર બીમારીમાં છેલ્લા સ્ટેજ સામે લડી રહેલ સાત વર્ષનો બાળક પ્રભાત કુમાર રંજન 26 જુન 2024 ના રોજ માત્ર એક દિવસ માટે વારાણસીનો ADG બન્યો હતો. પરંતુ આ પાછળનું કારણ સાંભળી તમે પણ રડી પડશો.

બિહારમાં રહેતા આ સાત વર્ષના બાળકે બાળપણથી જ પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ બાળકને છેલ્લા સ્ટેજની કેન્સર બીમારી હોવાને કારણે આ સ્વપ્ન સાકાર થવું શક્ય ન હતું આ કારણથી જ એમની આઇપીએસ અધિકારી બનવાની ઈચ્છા સાંભળી ફરજ પરના એડીજી પિયુષ મોરડીયાએ આ બાળકને એક દિવસ માટે પોતાનો કાર્યભાર સંભાળવા માટે આપ્યો હતો અને બાળકના આઈપીએસ બનવાના સ્વપ્નને પૂર્ણ કર્યું હતું.

આ સાત વર્ષના બાળક પ્રભાતે સશસ્ત્ર દળો અને પોલીસ અધિકારીઓ સાથે આઇપીએસ અધિકારી તરીકેની એક દિવસ માટે ફરજ બજાવી હતી. આવા જ તમામ પોલીસ સ્ટાફ સાથે અન્ય અધિકારીઓએ આ બાળકને સલામી પણ કરી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ આ બાળકે સુરક્ષા વ્યવસ્થા અને પરેડનું નેતૃત્વ પણ કર્યું હતું. તમામ લોકો આ બાળકને કામગીરી જોઈ ખુશ થઈ ગયા હતા. આજે ભલે આ બાળકને સ્વપ્ન સાકાર થઈ શકે તેમ નથી પરંતુ એક દિવસના કાર્ય એ દરેક લોકોના દિલમાં વિશેષ જગ્યા મેળવી લીધી હતી.

પ્રભાતને 3 વર્ષ પહેલા મગજનું કેન્સર હોવાનું નિદાન થયું હતું.આ બાદ તે લખનૌની ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેણે અનેક કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી સેશન માં પણ ભાગ લીધો છે. પરંતુ આ બાળકની હિંમત આત્મવિશ્વાસ અને કોઈપણ કાર્ય પ્રત્યે ની ધગશ જોય તમામ લોકોએ પ્રેરણા લીધી હતી.

પ્રભાત ના પિતાએ કહ્યું હતું કે તેમનો દીકરો બાળપણથી જ આઇપીએસ અધિકારી બનવા માગતો હતો અને જ્યારે તેને ખબર પડી કે એક દિવસ માટે તે આઈપીએસ અધિકારી બનશે ત્યારે તેની આંખમાંથી ખુશીના આંસુ જોવા મળ્યા હતા અને મને ગળે લગાડી રડી પડ્યો હતો. આ વાત વચ્ચે વારાણસી પોલીસે પણ તમામ લોકોના દિલ જીતી લીધા હતા કારણ કે બાળકને જીવનભર માટે સપોર્ટ કરવાની વાત કરી હતી.ADG પિયુષ મોરડિયાએ જણાવ્યું હતું કે, “પ્રભાતનું સપનું સાકાર કરવામાં મદદ કરવામાં સક્ષમ થવું એ અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે.

ખરેખર આ બાળકની હિંમત અને આત્મવિશ્વાસ તમામ લોકો માટે ખૂબ જ પ્રેરણા રૂપ છે આ વાત પરથી સાબિત થઈ શકે છે કે જો વ્યક્તિ નક્કી કરે તો તેમના માટે કોઈપણ વાત અથવા સપના સુધી પહોંચવું અશક્ય નથી. બાળકે પોતાની હિંમતથી તમામ સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે અને અન્ય લોકોને પણ પોતાના જીવનમાંથી પ્રેરણા પૂરી પાડી છે. આ બાળકની કોઈ પણ કાર્ય પ્રત્યે સંકલ્પ શક્તિ પણ ખૂબ જ મજબૂત જોવા મળી હતી. આપણે સૌ લોકો આશા રાખીએ છીએ કે સાત વર્ષનો નાનો બાળક પ્રભાત તેમના જીવનમાં ખૂબ આગળ વધે અને તેના દરેક સ્વપ્ન સાકાર કરવાની ભગવાન શક્તિ આપે.