ખજૂર ભાઈ ના જીવન સાથે જોડાયેલું છે એક અનોખું મંદિર, તમે આ મંદિર વિશે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય
અહીં કોઈ ભાગ્ય જેવું હશે કે જેણે ખજૂર ભાઈ ને જોયા નહીં હોય ખજૂર ભાઈને આજે લોકો ધરતી પરના ભગવાન તરીકે ઓળખે છે. ખજૂર ભાઈ હંમેશા ગરીબોની સેવા કરવા માટે આગળ રહે છે જેથી તે લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. આપને સૌ લોકો જાણીએ છીએ કે ખજૂર ભાઈ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે ત્યારે તેઓએ તેની પત્ની સાથે અનેક મંદિરોની મુલાકાત લીધી હતી. તેમાંથી ખજૂર ભાઈએ બનાવેલો હનુમાન મંદિરની પણ તેમણે મુલાકાત લીધી હતી .
આ મંદિર તેના જીવનની સફળતા માટે એક અગત્યનો ભાગ છે પરંતુ આ મંદિરની તકતીમાં કંઈક એવું લખ્યું છે કે તમે પણ ખજૂર ભાઈના વખાણ કરવા લાગશો જોકે ખજૂર ભાઈ ના દરેક કાર્યો લોકોને ખૂબ જ પસંદ આવે છે. તેથી જ આજે ખજૂર ભાઈ લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. ખજૂર ભાઈ આટલા મહાન વ્યક્તિ હોવા છતાં તે હંમેશા ગરીબોને વચ્ચે રહીને તેને સાંભળે છે પરંતુ આ હનુમાનજી મંદિરમાં ખજૂર ભાઈ નો અગત્યનો ફાળો છે. આ મંદિરના ઝીણોતાર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ સવંત 2069 જેઠ સુદ સાતને શનિવારના રોજ 27 5 2023 એ આ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો . જેમાં ખજૂર ભાઈ નો પરિવાર તથા તેના ચાહકો પણ હાજર રહ્યા હતા.
આ મંદિર નીતિનભાઈ જાની તથા તેમના ભાઈ તરુણભાઈ જાની દ્વારા બનાવવામાં આવેલ છે. આ મંદિરની મદદથી અનેક સેવાના કાર્ય કરવામાં આવે છે. તેમજ આ મંદિરની બહાર એક ખૂબ જ સુંદર સંદેશ લખવામાં આવ્યો છે જે જોઈને આપનું દિલ પણ ખુશ થઈ જશે તેમાં લખ્યું છે કે અહીંયા હનુમાનદાદા ને રાજી કરવા હોય તો મંદિરમાં એક પણ રૂપિયો મૂકશો નહીં પરંતુ તે રૂપિયાથી ગરીબો તથા અન્ય જરૂરીયાત મંદની સેવા કરવાથી દાદા તમારી બધી મનોકામના પૂર્ણ કરશે કારણ કે માનવસેવા એ જ પ્રભુ સેવા છે ખરેખર ખજૂર ભાઈના આ વિચારને ઘણા લોકોએ વધાવ્યા હતા.
ખજૂર ભાઈ આજે દરેક લોકો માટે ઉમેદ નો એક કિરણ બની ગયા છે. ખજૂર ભાઈ તેની આવકનો 50% થી પણ વધારે હિસ્સો ગરીબો પાછળ ખર્ચ કરે છે તે જ તેનો મુખ્ય હેતુ છે. થોડા સમય પહેલા ખજૂર ભાઈ પોતાના પરિવારના સભ્યો સાથે મહાદેવના મંદિર જય આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ખજૂર ભાઈ હંમેશા પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે તેથી જ તેઓ પોતાના ભાઈ પત્ની અને માતા સાથે મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા ખજૂર ભાઈને ખૂબ જ મોટી સંખ્યામાં ચાલતો રહેલા છે તે હંમેશાં પોતાના ચાહકોની નજીક રહે છે. તેથી જ જ્યારે ખજૂર ભાઈ મહાદેવના દર્શન કરી મંદિર બહાર નીકળ્યા ત્યારે તેમના ચાહકોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.
ખજૂર ભાઈ અને ચાહકો સાથે વાતચીત કરી તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા . તેમની આ ચાહકો સાથેની મુલાકાત નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ખજૂર ભાઈ આટલી મોટી નામના પ્રાપ્ત કરી હોવા છતાં તે હંમેશા પોતાનું જીવન સાદગીથી જીવે છે. ખજૂર ભાઈને આવકનો મોટાભાગનો હિસ્સો ગરીબ લોકો તથા જરૂરિયાત મન પાછળ જ વાપરે છે. તેને અનેક લોકોના જીવનમાં નવો રંગ ઉમેરી દીધો છે ઘણા લોકો તેને કળિયુગના ભગવાન પણ માને છે. આ સેવા કાર્યનો દરેક વ્યક્તિ સુધી પહોંચે તેવો ખજૂર ભાઈ હંમેશા પ્રયત્ન કરે છે.
એક સમયે કોમેડી કરીને રૂપિયા કમાતા નીતિનભાઈ જાની આજે ગરીબો માટે એક મસીહા બની ગયા છે વાવાઝોડા સમયે અનેક લોકો ઘર વગરના બની ગયા હતા. ત્યારે ખજૂર ભાઈ તેના આધાર બનીને અનેક લોકોના ઘર બનાવ્યા છે આજે પણ આ દોર ખજૂરભાઈ ચલાવી રહ્યા છે. મકાન બનાવતા મજૂરો સાથે પણ તેઓ કોઈ પણ જાતનો ભેદભાવ રાખતા નથી. તેથી જ આજે ખજૂર ભાઈ લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે ખજૂર ભાઈ આજે કોઈ સેલિબ્રિટી કરતા ઓછા નથી તેને જોવા માટે લાખો લોકો ઉમટી પડે છે ખજૂર ભાઈ કોઈનો દીકરો કોઈનો ભાઈ કે પુત્ર બનીને મદદ કરતા હંમેશા જોવા મળે છે.
સહારા નો સહારો અને નિરાધાર નો આધાર આજે ખજૂર ભાઈ બની ગયા છે. ખજૂર ભાઈ માટે ગરીબોની સેવા કરવી એ જ એનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. તેના ચાહકો માત્ર ગુજરાત અથવા ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે. ખજૂર ભાઈના અનેક વિદેશોની અંદર પણ વિડીયો વાયરલ થયા છે જ્યાં પણ તેઓ સેવાનો કોઇ પણ અવસર ચૂકતા નથી અને તેને જોવા માટે વિદેશોની અંદર પણ મોટી સંખ્યામાં તેના ચાહકોની ભીડ લાગે છે ખરેખર આવા વ્યક્તિઓ ગુજરાતની અંદર અથવા ભારત દેશમાં સેવા કાર્ય કરી રહ્યા છે તે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે ખજૂર ભાઈ આવી જ રીતે સારા કાર્ય કરે તે જ આપણી આશા છે.