ભગવાન પ્રત્યે ભાવ તો જુઓ!!દિલ્હીની એક મહિલાએ અયોધ્યા પહોંચી ભગવાન શ્રીરામની મૂર્તિ જોતાની સાથે જ સોનાની ઈંટ બે કિલો કરતાં પણ વધારે સોનુ તથા પોતાના દરેક આભૂષણો ભગવાનની મૂર્તિ જોતાની સાથે જ સમર્પિત કરી દીધા

સમગ્ર દેશભરમાં રામનવમી ના પાવન પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તથા સમગ્ર ભારત દેશમાં આવેલ ભગવાન શ્રી રામના મંદિરમાં ભવ્ય જન્મોત્સવ ઉજવાયો હતો. આ સાથે લાંબા વર્ષો બાદ ભગવાન શ્રીરામ ની જન્મભૂમિ અયોધ્યા ખાતે ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે જન્મોત્સવ ઉજવાયો હતો જેમાં અનેક લોકોએ ભગવાન શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભગવાન શ્રીરામના સૂર્ય તિલકના દર્શન કરી તમામ દેશવાસીઓને રામનવમી ની શુભેચ્છાઓ પાઠવી હતી. આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે દિલ્હીથી એક મહિલા અયોધ્યા ભગવાન શ્રીરામ માટે સોનાની ઈંટ લઈને આવી હતી આ સાથે સાથે તેણે બે કિલો કરતાં પણ વધારે સોનાનું દાન કર્યું હતું. આ અનોખુ દાન લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા ભગવાન શ્રીરામની પરમ ભક્ત છે તથા તે શ્રીરામની મૂર્તિ પોતાની સાથે જ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. મૂર્તિ જોતાની સાથે જ મહિલાએ પોતે પહેરેલા ઘરેણા ભગવાન શ્રીરામને સમર્પિત કરી દીધા હતા. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાની સાથે જ અનેક લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી પોતાના અલગ અલગ મંતવ્ય દર્શાવ્યા હતા.

જયશ્રીરામના નારા લગાવ્યા હતા એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે ખરેખર ભગવાન શ્રીરામની અનોખી ભક્તિ આ મહિલા કરી રહી છે આવા ભક્તિને શોધવા ખરેખર આજની દુનિયામાં ખૂબ જ મુશ્કેલ છે આમ કહી અનેક લોકોએ પોતાના આ મહિલા પ્રત્યે ના અનોખા મંતવ્ય દર્શાવ્યા હતા.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર વિશ્વભરમાં 22 જાન્યુઆરી 2024 ના પાવન દિવસે ભગવાન શ્રીરામના મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે અયોધ્યા ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસને સમગ્ર દેશવાસીઓએ દિવાળી કરતાં પણ વિશિષ્ટ રીતે મનાવ્યો હતો. આટલા વર્ષો બાદ ફરિવાર ભગવાન શ્રીરામ પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા હતા. રામ નવમી ના પાવન પર્વ નિમિત્તે સમગ્ર અયોધ્યાની સ્વર્ગ કરતાં પણ વિશિષ્ટ રીતે ફૂલો અને લાઇટ દ્વારા શણગારવામાં આવી હતી તથા ભગવાન શ્રી રામની મહા આરતી માં લાખો લોકોએ લાભ લીધો હતો.

મૂર્તિ પ્રતિષ્ઠા અને રામનવમીના પાવન પ્રસંગ નિમિત્તે અનેક લોકોએ સોના રૂપિયા અને આભૂષણોનું દાન કર્યું હતું તથા ભગવાન શ્રીરામની ભક્તિ અદા કરી હતી. દરેક લોકોને લાંબા વર્ષો બાદ ફરીવાર ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મસ્તક પર સૂર્ય તિલક ના દર્શન થયા હતા. સૂર્ય તિલક નો અનેરો લ્હાવો ભક્તોએ પ્રાપ્ત કર્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *