રસ્તા પર કપડા વેચતી નાની બાળકીને એક યુવક દ્વારા એવી ભેટ મળી કે તમે વિચારી પણ નહીં શકો. વીડીયો જોઈ તમારું દિલ ખુશ થઈ જશે
આજકાલ ઘણા વ્યક્તિઓ અનેક જરૂરિયાત મંદ લોકોને ભેટ અથવા અન્ય વસ્તુ આપી ખુશ કરી દેતા હોય છે જેના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે જેમાં લોકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે આવા વીડિયો આપણા દિલ જીતી લેતા હોય છે. હાલમાં જ એક youtuber દ્વારા વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક રસ્તા પર કપડાં વેચી રહેલી નાની છોકરી ગિફ્ટ જોઈએ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી તથા તેની આંખમાં ખુશી ના આંસુ જોવા મળ્યા હતા.
એક યુવક આ નાની છોકરી પાસે આવે છે અને કહે છે કે તારે આ બોક્સ જોઈએ છે ત્યારે તે યુવતી હા પાડે છે અને ત્યારબાદ યુવાન કહે છે કે દસ રૂપિયા લાગશે પરંતુ પર્સમાં જોતા માસુમ બાળકી પાસે પૈસા હોતા નથી પરંતુ યુવાન ફરીવાર કહે છે કે તે માત્ર એક રૂપિયામાં તને આ બોક્સ આપી દઈશ પરંતુ બાળકી પાસે એક રૂપિયો પણ હોતો નથી. આ બાદ યુવક તેને બોક્સ આપે છે બોક્સ ખોલતાની સાથે જ છોકરીને ફાસ્ટ ટ્રેક કંપનીની ઘડિયાળ જોવા મળે છે.
આ ઘડિયાળ જોતા ની સાથે જ બાળકી ખુબ ખુશ થઈ જાય છે. આવું ગિફ્ટ જોતા બાળકીને જાણે દુનિયાની તમામ વસ્તુ મળી ગઈ હોય તેવી તેના ચહેરા પર ખુશી જોવા મળી હતી. વિડીયો જોનારા લોકો પણ બાળકીને આ ખુશી જોઈ ખૂબ ભાવુક થઈ ગયા હતા તથા યુવકના મન ભરીને વખાણ કર્યા હતા અને બાળકીને પણ આશીર્વાદ આપ્યા હતા. આ બાદ youtuber લોકોને પોતાના વિડીયોના માધ્યમ દ્વારા કહ્યું હતું કે તમે પણ જરૂરિયાત મંદ વ્યક્તિની મદદ કરવા આગળ આવો તમારી નાની મદદ પણ લોકોની મોટી ખુશીનું કારણ બની શકે છે.
અનેક લોકો કોમેન્ટ કરતા કહે છે કે આ વિડીયો અમારું દિલ જીતી લીધું તો ઘણા લોકોએ કહ્યું હતું કે બાળકીની ખુશી જ આ વીડિયોની સુંદરતામાં વધારો કરે છે તો અન્ય લોકોએ સેવા કાર્ય પ્રત્યે પોતાની જવાબદારી બતાવી હતી. આ સાથે જ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દિવસેને દિવસે ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.