સુરત કોડ સાઇન મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટના ઓનર અભિષેકભાઈ સોનાણીએ પોતાના 23માં જન્મદિવસે 23 વૃક્ષો વાવી અનોખો દાખલો પૂરો પાડ્યો
આજના સમયમાં વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં લઇ વધારે વૃક્ષો ઉગાડવા ભવિષ્યના સમય માટે ખૂબ જ જરૂરી બની ગયા છે આ કારણથી જ દેશમાં અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણનું લોકોને મહત્વ સમજાવી વૃક્ષોનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. આજના સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થ માટે વૃક્ષો કાપી રહ્યા છે આ કારણથી જ દિવસેને દિવસે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે અને પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેને કારણે જનજીવન પર પણ ભારે અસર પડી રહી છે.આજના માનવીએ પોતાની વધતી જરૂરિયાતને પહોંચી વળવા માટે જમીન પર વૃક્ષો કાપી પોતાની માટે વસવાટના સ્થાનો ઊભા કરી દીધા છે.
આ કારણે ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. પરંતુ વ્યક્તિને ધીરે ધીરે વૃક્ષો ઘટવાના નુકસાન વિશે સમજણ થવા લાગી અને હવે વધારે વૃક્ષો વાવી ફરીવાર પ્રકૃતિને જીવંત રાખી રહ્યા છે.આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યા છે,જેમ કે “વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ, એક ઝાડ’, વગેરે. આ બધાં સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે. આ માત્ર સૂત્ર નહીં પરંતુ વૃક્ષ પ્રત્યેના પ્રેમનો વિચાર જન જન સુધી પહોંચે એ જ માનવીનો પ્રયત્ન રહ્યો છે અને રાજ્ય અને શહેરોમાં વ્યક્તિઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને તેમાં અનેક લોકોને વૃક્ષનું મહત્વ સમજાવી વૃક્ષારોપણ અંગે સમજ આપવામાં આવે છે આવા જ એક વ્યક્તિની આજે આપના સમક્ષ વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને પોતાના જન્મદિવસ નિમિત્તે ફાલતુ ખર્ચ ન કરતા વૃક્ષારોપણ કરી તેમનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જન સુધી પહોંચાડી વૃક્ષો ઉગાડવા અંગે માહિતી પ્રદાન કરી હતી.
આજરોજ સુરતમાં કોડ સાઇન મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટ ના ઓનર અભિષેક ભાઈ સોનાની ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમની ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ સાથે મળી વૃક્ષારોપણ કરી તેમનો આ ઉત્તમ વિચાર દરેક લોકો સુધી પહોંચાડવાનો તેમના થકી પ્રયત્ન કર્યો હતો. અભિષેક ભાઈ એ પોતાના 23 માં જન્મદિવસ ની ઉજવણી વૃક્ષારોપણના કાર્યક્રમથી યાદગાર બનાવી દીધી હતી.જેમાં તેમના વિદ્યાર્થીઓએ પણ અગ્રીમ ફાળો આપી વૃક્ષોનું મહત્વ દરેક લોકોને સમજાવ્યું હતું.
સુરતમાં રહેતા અભિષેક ભાઈ સમાજલક્ષી રાષ્ટ્રલક્ષી વિકાસના વિચારો તેમના વિદ્યાર્થીઓને આપી તેમને સતત માર્ગદર્શન કરતા રહે છે ત્યારે તેમણે હાલમાં જ દરેક વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અંગે સમજ આપી જીવનમાં સતત આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી. આપણા દેશમાં દર વર્ષે વનમહોત્સ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં અનેક સામાજિક સંસ્થા તથા શાળા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે.અને તેની વિશે દરેક વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે. આપણી આસપાસના વૃક્ષો પૃથ્વીની સુંદરતામાં વધારો કરે છે આથી વૃક્ષો વાવવા આજના સમયમાં ખૂબ જ જરૂરી બન્યા છે જો અત્યારે આપણે વૃક્ષોનું મહત્વ નહીં સમજીએ તો ભવિષ્યમાં ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે આ કારણથી જ દેશનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓમાં વૃક્ષારોપણ અંગેના સંસ્કારો નું સિંચન કરવામાં આવે છે.
આજના સમયમાં દરેક વ્યક્તિને વૃક્ષ પ્રત્યેની સમજ આવી છે અને હવે ધીરે ધીરે દરેક લોકો પોતાના ઘરની આસપાસ વૃક્ષો ઉગાડતા થયા છે અને દરેક લોકોમાં વૃક્ષો બચાવોનો વિચાર સાકાર થયો છે આ કારણથી જ સુરતના મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ નાં ઓનર અભિષેક ભાઈએ તમામ વિદ્યાર્થીઓ માટે પોતાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યના સમગ્ર સુરત શહેરમાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને લોકો પણ તેમનો આ કાર્ય જોઈ જાગૃત થયા હતા.અને દરેક લોકોમાં વૃક્ષારોપણ અંગેનો વિચાર પહોંચાડવામાં આવ્યો હતો.